બોલીવૂડ અને હોલીવૂડનો ઢોલ વગાડી નાખે એવી ઢોલીવૂડ ફિલ્મ Raado, બોલે તો 15 કરોડ વસુલ, એક્શન-સ્ટોરી-ટાઈમિંગ…બધું જ પરફેક્ટ

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

રાજકીય અને થ્રિલર ફિલ્મ ગુજરાતી સિનેમા જગત માટે નવી વાત નથી. અઢળક ફિલ્મો પહેલાં પણ બની જ ચૂકી છે. એ પછી અર્બન મૂવી હોય કે રૂલર, પણ ફિલ્મ Raadoની વાત આ બધાની અલગ છે. ગુજરાતી સિનેમાને એક અલગ જ લેવલે લઈ જવામાં ફિલ્મ Raadoને જ્યાં મૂકીએ ત્યાં સ્થાન નીચે જ લાગશે. યશ સોની, હિતુ કનોડિયા, હિતેન કુમાર, ડેનિશા ઘુમરા, ભરત ચાવડા, નિલમ પંચાલ, દેવર્શી શાહ, ચેતન દૈયા અને તર્જની ભાડલા સહિત ફિલ્મના પ્રોડ્યુસર્સ મુન્ના શુકુલ અને જયેશ પટેલ તેમજ કો-પ્રોડ્યુસર્સ નિલય ચોટાઇ, મિત ચોટાઇ અને મેહુલ પંચાલને ખરેખર દિલથી ઢગલો અભિનંદન.

ફિલ્મની શરૂઆતમાં એકસાથે 4-4 સ્ટોરીની શરૂઆત થાય, જાણે કે એક મોટું સસપેન્સ…ટાઈમિંગ તો કલાકારોના મુઠ્ઠીમાં. ધીરે ધીરે એક એક સ્ટોરી શું હતી એનો ખ્યાલ આવે. હોલીવૂડ અને બોલીવૂડ પણ જે પીક ન લઈ શકે એટલી ઉંચાઈએ દર્શકોને ઝકડી રાખવાની તાકાત. એક એક સીન જેમ આગળ વધે લોકોના મગજ 180ની સ્પીડે દોડવા લાગે અને જાણે વર્ષોથી છોડીને ગયેલી પ્રેમિકા પાછી આવવાની હોય અને એની રાહ જોતા હોય એવી રીતે એક એક પહેલું ખુલે એની રાહ જોવાનું મન થઈ જાય.

રાજનેતા અને ધાર્મિક નેતા બન્નેની સ્ટોરીને સાંકળીને એક કહાની ઉભી કરવામાં આવી. સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતી ફિલ્મ ઈતિહાસમાં પહેલી વખત 15 કરોડનો ખર્ચ કરીને કોઈ ફિલ્મ બનાવવામાં આવી છે. જો કે તમે ફિલ્મ જોવા જશો એટલે સીન જોઈને જ ખ્યાલ આવી જશે કે કેટલા કરોડ ખર્ચ્યા હશે. પણ એક વાત નક્કી છે કે જે પ્રમાણે ખર્ચ કર્યો એ જરાય પાણીમાં નથી ગયો. સ્ટોરી-એક્શન-ટાઈમિંગ બધું જ પરફેક્ટ રીતે ચાલ્યું છે. જેટલી જ દમદાર શરૂઆત એથીય ચડિયાતું એન્ડિંગ હતું.

સામાન્ય રીતે ફિલ્મને લાંબુ ચલાવવા માટે મરી મસાલા અને ખોટા ગીત ઉમેરવામાં આવતા હોય છે. પરંતુ આ ફિલ્મમાં એક પણ સેકન્ડનો કચરો નાખવામાં નથી આવ્યો. ફિલ્મ જોવા જશો એટલે એક પણ સેકન્ડ પડદા સામેથી આંખ હટાવવાનું મન ન થાય એ વાતની ગેરંટી છે. સ્ટોરી જેટલી જ સારી છે એટલી જ એક્શન અને કલાકારોનું ટાઈમિંગ મસ્ત છે. જો તમે ગુજરાતી ફિલ્મના જબરદસ્ત ફેન હો તો ફિલ્મ થિયેટરમાં જઈને જોવી જ જોઈએ. અને જો ગુજરાતી ફિલ્મ ન ગમતી હોય તો ગમવા લાગશે એટલી મહેનત કરવામાં આવી છે.

લોકપત્રિકાના વાઈસ પ્રેસિડેન્ટ અલ્પેશ કારેણા પણ આ ફિલ્મ જોઈને ગદગદિત થઈ ગયા હતા, એમની ખુશીનો પાર ન રહ્યો અને જ્યારે ઈન્ટરવલ પડ્યો ત્યારે તરત જ અભિનેત્રી નીમલ પંચાલને કોલ કરીને અભિનંદન પાઠવ્યા હતા. નીલમ બેન પણ આટલી સફળતા જોઈને આનંદિત થયા હતા અને ફિલ્મ એન્જોય કરવા માટે કહ્યું હતુ. અલ્પેશ ભાઈએ જણાવ્યું હતું કે- ફિલ્મમાં કોઈ જ વાતની કમી રાખવામાં નથી આવી. એક્શન, થ્રીલર અને સસપેન્સનો બાપ એટલે કે ફિલ્મ રાડો. બસ કમી હતી તો એક જ વાતની કે થિયેટરમાં ઓડિયન્સ નહોતી, જે ગુજરાતીઓની ખરેખર કરૂણતા કહેવાય કે આટલી સરસ ફિલ્મ બનાવવા છતાં દર્શકોનો અભાવ છે. અસ્તુ…..


Share this Article