ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચનો ગામનો એક પટેલ પરિવાર કેનેડામાં ગુમ થયો અને પછી છેલ્લા 4 દિવસથી પરિવાર સાથે કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો. ગાંધીનગર જિલ્લાના કલોલના નવા ડીંગુચા ગામના વતની જગદીશભાઈ બળદેવભાઈ પટેલ (ઉંમર 35), તેમના પત્ની વૈશાલીબેન (ઉંમર 33), પુત્રી વિહંગા (ગોપી) (ઉંમર 12) અને પુત્ર ધાર્મિક (ઉંમર 3) કેનેડા જવા નીકળ્યા હતા.
આ બાદ કેનેડા-યુએસ બોર્ડર પર માઈનસ 35 ડિગ્રી બરફ નીચે ચાર મૃતદેહ મળી આવ્યા હતા અને આ સમાચાર બાદ પરિવારમા શોકનુ વાતાવરણ છે. હવે આ મામલે એક પછી એક નવા વળાંક સામે આવી રહ્યા છે. આ પરિવારે અમેરિકા જવા માટે 1 લાખ ડોલર ( લગભગ 75 લાખ રૂપિયા) ખર્ચ્યા હોવાની વાત સામે આવતા સૌ કોઈ ચોંકી ગયા હતા.
આ મામલે કેનેડાની મોનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે કહ્યુ છે કે અમેરિકાની બોર્ડરથી 12 મીટર દૂર કેનેડાની બોર્ડર નજીક મોનિટોબાના ઈમરસન વિસ્તારમાંથી ચાર લોકોના મોત થયા છે અને આ લોકો ગુજરાતી પરિવાર હતા. હવે આ એક એજન્ટ સ્ટીવન સેન્ડની પણ ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરવામા આવી છે.