શેરીએ શેરીએ હવે ગુજરાતીઓ ગરબાની રાહ જોઈ રહ્યાં છે. કારણ કે નવરાત્રી એકદમ નજીક છે અને ખેલૈયામાં થનગનાટ જાગ્યો છે. આ થનગનાટ થીરકતો રાખવા માટે અલગ અલગ કલાકારો દ્વારા દર વર્ષે નવા નવા ગરબા લોન્ચ કરવામાં આવે છે. ત્યારે એ જ સિલસિલામાં સતત બીજા વર્ષે ગુજરાતી કલાકાર પ્રોડક્શન હાઉસ પણ નવો જ ગરબો લઈને આવ્યું છે.2 તાળીના કોન્સેપ્ટ સાથેનો આ ગરબો ધૂમ મચાવી રહ્યો છે. આ ગરબાને નામ આપવામાં આવ્યું છે રાસડો-3.0… રાસડો અને રાસડો-2.0 બાદ હવે રાસડો-3.0ની લોકપ્રિયતા ચરમસીમાએ છે.
માત્ર એક જ વર્ષમાં ગુજરાતી કલાકારે લાંબી મઝલ કાપી છે. સડસડાટ 20 ગીતો લોન્ચ કરીને હવે ગુજરાતી સંગીત ઈન્ડસ્ટ્રીમાં ગુજરાતી કલાકારનું નામ માન અને મોભા સાથે લેવામાં આવી રહ્યું છે. પ્રોડ્યુસર પુર્વી શેલડિયા, જાનકી મહેતા અને કવિતા પટેલની સંગીત ક્ષેત્રની સમજથી આ બધું શક્ય બન્યું છે.
જો વાત કરીએ રાસડો-3.0 ગરબાની તો ગુજરાતના પ્રખ્યાત સિંગર રિના જોશીએ સુર આપ્યો છે અને ખેલૈયાને થનગનવા માટે મજબૂર કરી દેશે. હાલમાં આ ગરબો યુ-ટ્યુબ પર ધૂમ મચાવી રહ્યો છે. રાસડો અને રાસડો-2.0 લાખો લોકોએ નિહાળ્યા બાદ હવે રાસડો-3.0 પણ લાખો વ્યુઅર સુધી પહોંચે તેવી આશા છે.
રાસડો-3.0ને શુટ કરવા માટે સતત 15 કલાકનો સમય લાગ્યો હતો. પાલનપુરમાં માહેશ્વરી હોલમાં 10 યુવાન-યુવતીઓને લઈને આ ગરબાનું શુટિંગ કરવામાં આવ્યું હતું.