ભવર મીણા ( માઉન્ટ આબુ ): આ વખતે તો સૂર્ય દેવ જાણે કોપાયમાનય બન્યા હોય તેમ ભલભલાને પરસેવે રેબઝેબ કરી નાખ્યાં છે. ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે લોકો હિલ સ્ટેશનને પહેલી પંસદગી કરી રહ્યા હોવાથી ગિરિ મથકો સહેલાણીઓથી ઉભરાઈ રહ્યા છે.
બાળકોનું ઉનાળુ વેકેશન પડે ત્યારે લોકો પરિવાર સાથે જે તે સ્થળે હરવા ફરવા જતા હોય છે પરંતુ આ વર્ષે ગરમીનો પરો 45ની આસપાસ નોંધાઈ રહ્યો હોવાથી લોકો અગનગોળા વરસાવતી ગરમીથી રાહત મેળવવા માટે ગિરિ મથકોની પહેલી પસંદગી કરી રહ્યાં છે.
બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા અને ગુજરાતના લોકોની પહેલી પસંદ તરીકે ઓળખાતા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા કેટલાક દિવસોથી સહેલાણીઓ ઉમટી રહ્યાં છે. માઉન્ટ આબુના માર્ગો સહેલાણીઓથી ઉભરાઈ રહ્યા છે. તો બીજી બાજુ નક્કી લેખમાં બોટિંગ તેમજ કુદરતી હરિયાળી વચ્ચે વસેલા માઉન્ટ આબુમાં લોકો ફરવા સાથે સાથે ગરમીથી પણ રાહત મેળવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા હવામાન વિભાગે કેરળમાં 31 મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી. જ્યારે અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 5 જૂન છે. આવી સ્થિતિમાં ચર્ચા થઈ રહી છે કે ચોમાસાના અકાળે આગમન પાછળનું કારણ શું છે? આનો જવાબ હવામાનશાસ્ત્રીઓએ આપ્યો છે.
પરેશ રાવલ વાપરવાના પૈસા ગર્લફ્રેન્ડ પાસેથી લેતા, 3 દિવસમાં જ છોડી દીધી બેંકની નોકરી, આ પાપ પણ કર્યું
ખરેખર જરૂર હતી કે મજબૂરીનો લાભ લીધો? આમિરે એક કિસિંગ સીન માટે 47 રિટેક લીધા, અભિનેત્રી માતા પણ…
હાથ ધરી હથિયાર, તડકો માથે તપ-તપે, તો’ય ઉભા અડીખમ…. વાસણા પોલીસ તમારી ફરજને સો-સો સલામ
સમાચાર એજન્સી પીટીઆઈએ હવામાનશાસ્ત્રીઓને ટાંકીને કહ્યું કે ચોમાસાના વહેલા આગમનનું એક કારણ ચક્રવાતી તોફાન રેમલ હોઈ શકે છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, “ચક્રવાત રેમલ, જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયું હતું, તેણે ચોમાસાનો પ્રવાહ બંગાળની ખાડી તરફ ખેંચ્યો હતો. ઉત્તરપૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું આ એક કારણ હોઈ શકે છે.