ગુજરાતીઓ 72 કલાક સાવધાન રહેજો, અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી, આ વિસ્તાર દરિયામાં ફેરવાઈ જશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News: બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા અરબી સમુદ્રનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે વરસાદ પડશે. પૂર્વ ભારતનો વરસાદ હોય છે. ત્યારે સિંઘમાં ઊલટી સ્થિતિ હોય છે. એટલે કે આસામમાં વરસાદ ઓછો થશે અને ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની સ્થિતિ વધશે આમ છતાં પણ પૂર્વ ભારતના ભાગોમાં વરસાદ રહેશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 72 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત (South Gujarat )માં ભારેથી અતિભારે વરસાદ થવાનું અનુમાન છે. જયારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે.

અંબાલાલ પટેલે અમદાવાદમાં આગામી 72 કલાકમાં ભારે વરસાદ (Heavy Rain)થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાનું અનુમાન છે. ઉત્તર પ્રદેશથી લઈ દક્ષિણ ગુજરાતના ભાગો સુધી ભારે વરસાદ થવાની શકયતા રહેશે.અલનિનોની અસરને લઈ હવામાન વિભાગે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદની સ્થિતિ સામાન્ય કરતાં ઓછી રહેવાનું અનુમાન છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે અત્યારે તો હિંદ મહાસાગર (Indian Ocean) ની સ્થિતિ સાનુકૂળ છે. પરંતુ ઓગસ્ટના મધ્ય પછી કઈક અસર થઈ શકે.

સીમા હૈદર તમારી પાસેથી પણ પૈસા માંગી શકે છે, ટ્રાન્સફર કરતા પહેલા આખો મામલો સમજી લો, નહીંતર ભરાઈ જશો

ગુજરાતમાં લવ મેરેજ માટે માતા-પિતાની પરમિશન ફરજિયાતની ભુપેન્દ્ર પટેલની વાત પર દરેક નેતાનું જોરો-શોરોથી સમર્થન

ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ખાબકશે? અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, જુલાઈનો રેકોર્ડ તૂટશે કે ઘટશે?

રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ છે. સમગ્ર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છે. અને ઝરમર વરસાદ થયો છે. અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયો છે.


Share this Article