Gujarat News: ઉક્ત તારીખે CBSE બોર્ડની પરીક્ષા હોવાથી ગુજકેટ-2024ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ-2024ની પરીક્ષા તા.02/04/2024 ને મંગળવારના રોજ યોજવામાં આવનાર હતી.
સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, એક દિવસમાં 1130 રૂપિયાનો વધારો, એક તોલું કેટલામાં આવશે?
ઉક્ત તારીખે CBSE બોર્ડની પરીક્ષા હોવાથી ગુજકેટ-2024ની પરીક્ષા તા.02/04/2024 ના બદલે તા.31/03/2024 ને રવિવારના રોજ યોજવામાં આવશે. જેની શાળાના આચાર્યઓ તથા વાલીઓ, વિદ્યાર્થીઓ તથા સંબંધિત તમામે નોંધ લેવી.