મહેસાણાની ઘટનાથી આખો દેશ ધ્રુજી ઉઠ્યો, હેકર્સે 30 મિનિટમાં બેંક એકાઉન્ટમાંથી રૂ.37 લાખનું કરી નાખ્યું, OTP પણ શેર નથી કર્યો

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

હાલમાં હેકર્સથી બચીને રહેવું એ વાત રોજ આપણે સાંભળીએ છીએ. તેમ છતાં લોકો છેતરાઈ રહ્યા છે. હવે મહેસાણાથી આ ઘટના સામે આવી છે કે હેકર્સે માત્ર 30 મિનિટમાં એક યુવકના 37 લાખ રૂપિયાનું બૂચ મારી લીધું હતું. આ સાઈબર ફ્રોડની ઘટનામાં સૌથી ચોંકવાનારી વાત એ છે કે, હેકર્સનો શિકાર થયેલો વ્યક્તિ તેના બેંકની માહિતી અને ઓટીપી ક્યારેય કોઈને શેર નહોતો કરતો છતાં આવું બન્યું છે.

31 ડિસેમ્બર 2023ના રોજ બનેલી આ ઘટનામાં મહેસાણાના રહેવાસી 42 વર્ષિય દુષ્યંત પટેલે ફરિયાદ નોંધાવી છે. દુષ્યંત પટેલ તેમની ઓફિસે હતા ત્યારે તેમને 10 લાખ રૂપિયાનો વિડ્રોલનો મેસેજ આવ્યો હતો. આ મેસેજ બપોરે 3.19 મિનિટે આવ્યો હતો. ત્યારબાદ તેમના ફોન પર 10 લાખ રૂપિયાના વિડ્રોલનો વધુ એક મેસેજ આવ્યો હતો. આ મેસેજ બપોરે 3.20 મિનિટે આવ્યો હતો. આ પ્રકારે ઉપરા-ઉપરી મેસેજ આવ્યા બાદ દુષ્યંત પટેલ તુરંત બેંકમાં પહોંચી ગયા હતા અને તેમનું એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન ફ્રીઝ કરાવ્યું હતું.

જ્યારે દુષ્યંત પટેલ બેંકના એક્ઝિક્યૂટિવથી વાત કરી રહ્યા હતા ત્યારે 3.49 મિનિટે તેમના ફોન પર એખ બીજો મેસેજ પણ આવ્યો. જેમાં વધુ 17 લાખ રૂપિયા ઉપડી ગયાનો મેસેજ હતો. બેંક કર્મચારીઓએ દુષ્યંતને જણાવ્યું કે, હેકર્સે તેમની સાથે ફ્રોડ કર્યો છે. જ્યારે કર્મચારીએ દુષ્યંત પટેલના બેંક એકાઉન્ટને ફ્રીઝ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પટેલનું યુઝરનેમ અને પાસવર્ડ પણ સામેવાળા હેકર્સે બદલી નાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. બેંક માંડ માંડ પટેલના એકાઉન્ટને ફ્રીજ કરી આ ઘટના અંગે પોલીસને વાત કરી દીધી. મહેસાણા પોલીસે આખી ઘટના વિશે વાત કરી કે પીડિય યુવકનો ફોન હેક કરાયો હતો અને તેમના બેંકની વિગતો સાથે છેડછાડ થઈ છે. આવું આ પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. અમે તપાસ કરી રહ્યા છીએ.

 


Share this Article
Leave a comment