લ્યો હવે આનું શું કરવું? 200 ટકા વરસાદ છતાંય દબાણોએ ભુજના હૃદય સમાન હમીરસર તળાવને રૂંધી નાખ્યું, લોકોની લાગણીનું શું??

Lok Patrika
By Lok Patrika
Share this Article

કચ્છ એક સુકો રણપ્રદેશ છે અને માટે જ અહીંના લોકો સહિત રાજા રજવાડાઓ પણ પાણીની અહેમિયત સમજતા. જિલ્લાના મુખ્યમથક ભુજના વચ્ચોવચ આવેલું હમીરસર તળાવ ફક્ત તેના સ્થાનના કારણે જ નહીં પરંતુ લોકલાગણીઓ થકી ભુજના હૃદય સમાન બની ગયું છે. સૂકા પ્રદેશમાં અનિયમિત વરસાદ હોતાં પણ આ તળાવ માત્ર ૧૦ ઇંચ વરસાદમાં જ છલકાઈ જતું પરંતુ હવે ૮૦ ઇંચ વરસાદ વરસવા છતાંય તળાવ છલકાતું નથી.

સાડા ચાર સદી જુનું હમીરસર તળાવ તે સમયના રાજવી રાઓ ખેંગારજીએ બંધાવ્યું હતું અને તેમના પિતા રાઓ હમીરજીના નામે તેને હમીરસર નામ આપ્યું. સદીઓથી આ તળાવે પણ કચ્છના સારા અને નરસા સમયમાં અહીંના લોકોને પાણી પૂરું પાડ્યું છે. આ તળાવનું બાંધકામ એ રીતે કરાયું હતું કે જે વર્ષે ભુજમાં વરસાદ ઓછો પડે તો ઉપરવાસના વિસ્તારથી પાણી યોજનાબદ્ધ રીતે બનાવાયેલી આવ થકી હમીરસરમાં પહોંચે છે.

આ ઐતિહાસિક તળાવની સાથે માત્ર ભુજ જ નહીં પરંતુ જિલ્લાભરના લોકોની લાગણીઓ બંધાયેલી છે અને માટે જ આ તળાવ છલકાય એ પળ પણ સૌ માટે ખુશીનો પળ બને છે. શ્રાવણમાં દિવાળી આવી હોય તે રીતે અહીં ઉજવણી કરવામાં આવે છે. શાસ્ત્રોક્ત વિધિથી તળાવના વધામણાં થાય છે. ત્યારે આખું શહેર હમીરસરના કિનારે ભેગું થાય છે. માત્ર એટલું જ નહીં પરંતુ શહેરમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવે છે.

જેમાં માત્ર જનગરપાલિકા નહીં પરંતુ જિલ્લા કલેકટર કચેરી સહિત દરેક સરકારી વિભાગોને રજા આપવામાં આવે છે. આ વર્ષે ભુજમાં ૮૪.૫ ઇંચ વરસાદ વરસ્યો છે, જે પૂરી સીઝનનો ૨૦૫ ટકા છે. અગાઉ જે તળાવ માત્ર ૧૦ થી ૧૫ ઇંચમાં ભરાઈ જતો તે તળાવ હવે ૮૦ ઇંચમાં પણ ભરાતું નથી. આ વર્ષે કચ્છભરમાં શ્રીકાર વરસાદથી અનેક તળાવો અને નાના મોટા ડેમ ઓવરફ્લો થયા છે. પરંતુ જેની સૌ કોઈ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે તે હમીરસર તળાવ ભરાવવામાં હજુ પણ ચાર ફૂટ જેટલો અંતર બાકી છે.

ભુજ શહેર તેમજ આસપાસમાં આવેલી આ તળાવની આવ પર અને તેની આસપાસ છેલ્લા થોડા વર્ષોમાં ઊભા થયેલા દબાણ આ પાછળનું મુખ્ય કારણ હોય તેવું સૌ કોઈ જણાવી રહ્યા છે. પર્યાવરણપ્રેમીઓ પણ આ માટે ખાસ ઝુંબેશ ચલાવી રહ્યા છે તો સાથે જ નગરપાલિકા દ્વારા પણ આ વર્ષે તળાવની આવને અવરોધતા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly