Gujarat News: અમદાવાદ ખોખરા હાટકેશ્વર બ્રિજ મામલે હવે મનપા કમિશનર એમ થેન્નારસનનું નિવેદન સામે આવ્યું છે. ભ્રષ્ટાચારનો પર્યાય બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવામાં આવશે. મનપા કમિશ્નર એન. થેન્નારસને સામાન્ય સભામાં આ સ્પષ્ટતા કરી કે આગામી એક અઠવાડિયામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે .
અજય એન્જિનિયરિંગના ડાયરેક્ટર સહિત 10 લોકો સામે હાટકેશ્વર બ્રિજ કેસમાં ચાર્જશીટ તૈયાર કરાઇ હતી. ચાર્જશીટમાં 65 થી વધુ સાક્ષીઓ અને અનેક દસ્તાવેજી પુરાવાઓ સામેલ હતા. હાટકેશ્વર બ્રિજ બન્યાના થોડા સમયમાં આ બ્રિજ બંધ માટે કરાયો હતો.તમામ લોકો સામે તંત્ર દ્વારા બ્રિજની કામગીરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી. બ્રિજ બનાવતા દરમિયાન થયેલી ગેરીરીતિના સતત તપાસ બાદ આખરી નિર્ણય લેવામાં આવ્યો છે જે નિર્ણય બ્રિજ તોડવા માટેનો છે.
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત પહોંચી, ખેલાડીઓએ પહોંચતાની સાથે જ પોતાનું વલણ બદલ્યું
ભારતીય સૈન્યના ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ઉદ્યોગસાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
મહત્વનુ છે કે હાટકેશ્વર બ્રિજનું નિર્માણ કરનાર કંપનીને 10 વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. આ મહત્વનો નિર્ણય મદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. શાસકો દ્વારા અજય ઇન્ફ્રાસ્ટક્ચરને કાયમ માટે બ્લેક લિસ્ટ કરવાનો ઠરાવ કરાયો હતો, જોકે કાયદામાં કોઇ જોગવાઇ ન હોવાથી અજય ઇન્ફ્રાસ્ટક્ચર કંપનીને 10 વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવી છે.