ગાત્રો થીજાવતી ઠંડી વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. દેશભરના વાતાવરણમા પલટો આવ્યો છે. ગુજરાતમા પણ આની અસર દેખાઈ રહી છે. વલસાડમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. એકાએક વાતાવરણમાં પલટો, વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતો મોટી ચિંતામા મૂકાયા છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા કહેવામા આવ્યુ છે કે ૧3 ડિસેમ્બર સુધીમાં ઉત્તર-મધ્ય મહારાષ્ટ્ર, મુંબઈમાં હળવો વરસાદ થશે.
આ સાથે હવામાન એજન્સી સ્કાયમેટે પન આગાહી કરી છે કે મુંબઈમા વાદળછાયું વાતાકરણ અને હળવો વરસાદ થવાની શકયતા છે. તાપમાન ઘટીને 26 ડિગ્રી થઈ જશે. બીજી તરફ પહાડો પર ભારે હિમવર્ષા થઈ રહી છે જેથી દક્ષિણ ભારતના રાજ્યોમાં ચક્રવાત મેંડુસની અસરના કારણે દેશના કુલ 11 રાજ્યમાં ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના છે.
ચેતવણી આપતા હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ કર્ણાટક અને ઉત્તર આંતરિક તામિલનાડુ,કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપ, તેલંગાણા, દક્ષિણ ઓડિશા, વિદર્ભ, મરાઠાવાડા, દક્ષિણ-મધ્ય મહારાષ્ટ્ર મધ્યમ વરસાદ થશે. આ સિવાય લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવા વરસાદ અને હિમવર્ષા થશે. જો કે ચક્રવાત મેંડુસની અસર ઓછી થઈ છે પણ આગામી દિવસોમા તેની અસર જોવા મળશે.
હવામાન વિભાગની માહિતી મુજબ તામિલનાડુના કાંચીપુરમ્, તિરુવલ્લુર અને વિલ્લુપુરમ્ જિલ્લામાં આગામી બે દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ ખાબકી શકે છે. અહી આજે પણ શાળામાં પણ રજા જાહેર કરવામાં આવી છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઠંડી અનુભવાશે.