હવામાન વિભાગની નવી આગાહીથી હાહાકાર, ફરીથી આખા રાજયમાં જુનાગઢ જેવી સ્થિતિની શક્યતા, ભારે પવન અને અનરાધાર વરસાદ ખાબકશે

Desk Editor
By Desk Editor
Share this Article

હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. સાથે સાથે વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અતિભાર વરસાદ આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.

 

સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ આવી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ મેઘાડંબર રહેશે તેવી સંભાવના છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ આવી પડશે. ગાજવીજ અને તોફાની પવન સાથે 28 જુલાઈએ નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદ ની આગાહી છે. આગામી 5 દિવસ માછીમારોને પણ સલામતીના ભાગરૂપે દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.

 

 

45થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની સંભાવના

 


Share this Article