લોકોની ધારણા બિલકુલ ખોટી પડી! પૂલના બે કટકા થતાં જ્યાં 141 પરિવાર રઝળી ગયા એ સૌરાષ્ટ્રના મોરબીમાં સૌથી વધુ મતદાન

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

જ્યાં જ્યાં મતદાન થઈ રહ્યું છે ત્યાં સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. 3 વાગ્યા સુધીમાં સરેરાશ 48.48 ટકા મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 42 ટકા જ મતદાન થયું હોવાના પણ અહેલાવ છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં 56 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આમ સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત કરતા 14 ટકા ઓછુ મતદાન થવાના કારણે નેતાઓમાં ચિંતા જોવા મળી રહી છે. આમ પાટીદાર વિસ્તારો સૂસ્ત રહ્યા છે.

સૌરાષ્ટ્રમાંથી સૌથી વધુ 50.57 ટકા મતદાન થયું છે એમાં પણ મોરબીમાં સૌથી વધુ મતદાન થયું છે. તમે ઉપરના આંકડા જોઈને સૌરાષ્ટ્રના બીજા જિલ્લાને મોરબી સાથે સરખાવી શકો છો. મતદારોએ મતદાનમાં રસ ન દાખવતા ઉમેદવારો દોડતા થયા છે. ઉમેદવારોએ મતદાન કરવા રેકોર્ડેડ ફોન કોલનો મારો ચલાવ્યો હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે.

જો વાત કરીએ 30 ઓક્ટોબર 2022ની તો ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પર રાહદારી પુલ ઝુલતો પુલ તૂટી પડ્યો, જેના કારણે ઓછામાં ઓછાં 141 લોકોનાં મોત થયા. ૧૯મી સદીમાં બંધાયેલો આ પુલ ચાર દિવસ અગાઉ સમારકામ માટે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ નવા વર્ષના દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો. આ પુલ મોરબી નગરપાલિકાની માલિકીનો છે, જેણે થોડા મહિના પહેલા જાળવણી અને કામગીરી માટે ખાનગી ટ્રસ્ટ ઓરેવા સાથે કરાર કર્યો હતો.[૭] [૮] મોરબી સ્થિત કંપની અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડને પણ બ્રિજની જાળવણી અને સંચાલન માટે ૧૫ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.[૯] છ મહિના સુધી સમારકામ માટે બંધ રાખ્યા બાદ, ગુજરાતી નવા વર્ષ નિમિત્તે ટોલ બ્રિજ ૨૬ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ફરીથી ખોલવામાં આવ્યો.

જ્યારે આ ઘટના બની ત્યારે લોકો કહી રહ્યા હતા કે આ વખતે ચૂંટણીમાં આ મુદ્દાની અસર જોવા મળશે. જો કે એવું કંઈ દેખાયું નહીં અને સૌરાષ્ટ્રની બધી બેઠકમાં સૌથી વધુ મોરબીમાં મતદાન જોવા મળ્યું હતું.

 


Share this Article