ભારતીય જનતા પાર્ટીમાં તાજેતરમાં અનેક હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં સમગ્ર ગુજરાતમાં અનેક હોદ્દેદારોની તેમની કર્તવ્ય નિષ્ઠા અને પક્ષ પ્રત્યેની વફાદારી અને કામગીરીની નોંધ લઇને ભાજપના સંગઠનના વિવિધ પદો પર નિમણૂંકો કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન જેમનું સાસરી છે અને મૂળ બનાસકાંઠાના ખીમાણા ગામના હિરલબેન દેસાઇ કે જેઓ મહામંથન મંતવ્ય ન્યુઝના તંત્રી પરેશભાઈ (પીન્ટુ) દેસાઈના ધર્મ પત્ની થાય છે. જેઓ ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના સભ્યના પદ પર હાલ કાર્યરત છે . ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષ પ્રત્યેની હિરલબેન દેસાઇની કર્તવ્ય નિષ્ઠા અને પક્ષ પ્રત્યેની તેમની વફાદારીનો નોંધ લઇ તેઓને પાટણ જિલ્લા મહિલા મોરચાના પ્રભારી તરીકે પસંદગી કરવામાં આવી છે. જેને લઈને એમ કહેવાય રહ્યું છે કે ખીમાણા ગામના રબારી પરિવારની દીકરી પાટણ જિલ્લા મહિલા મોરચામાં પ્રભારી પદે રહીને કાર્યકરોમાં અનોખો ઉત્સાહ ભરી પક્ષ માટે પોતાનું ‘ખમીર’ દેખાડશે.
પાટણ જિલ્લો રબારી સમાજનો ગઢ માનવામાં આવે છે. ત્યારે વડનગરના હિરલબેન દેસાઇને પાટણ જિલ્લાના મહિલા મોરચાના પ્રભારી બનાવવામાં આવતાં પાટણ જિલ્લાના સમગ્ર રબારી સમાજ ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે. પાટણ જિલ્લામાં મહિલા મોરચાના પ્રભારી પદે હિરલબેન દેસાઇની નિમણૂંકથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ વધુ મજબૂત બનશે. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રબારી સમાજનું ભારે વર્ચસ્વ રહેલું છે. જેનો લાભ હિરલબેન દેસાઇને મળી રહેશે તેમાં કોઇ બેમત નથી. અત્રે નોંધનીય બાબત છે કે સમગ્ર ગુજરાતમાં ભાજપના વિવિધ હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી રહી છે ત્યારે અત્યારથી ભાજપ સંગઠનને વધુ મજબૂત અને દમદાર બનાવવા માટે અત્યારથી લોકસભાની ચૂંટણીની રણનિતી ઘડવામાં આવી રહી છે જેને પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફૂંકી ફૂંકીને ભાજપ સંગઠનના વિવિધ પદો પર ભાજપના કર્તવ્યનિષ્ઠ કાર્યકરોને પ્રમોશન આપી ઉચ્ચ હોદ્દા પર પસંદગી કરવામાં આવી રહી છે.
શૌર્યવંતિ વડનગરની ભૂમિમાંથી આવતા શૌર્યવાન હિરલ દેસાઈ ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીનું “હિર” બની રહ્યા
હિરલબેન પી દેસાઈ વડનગરના વતની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માદરે વતન વડનગરની ભુમીમાંથી આવતા હોય એક પછી એક શાનદાર પ્રોગ્રામ કરી કાર્યકર્તા બહેનોનો ઉત્સાહ વધારી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. હિરલબેન દેસાઈનું એક જ લક્ષ અને એક જ ધ્યેય પોતાનો પરિવાર એટલે ભાજપ પરિવાર. આમ શૌર્યવંતી ભૂમિ વડનગરમાંથી આવતાં હિરલ દેસાઈ ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીના હીર સાબિત થઈ રહ્યા છે.
વડનગરમાં અગાઉ મહિલા મોરચા પોલિસી એન્ડ રિસર્ચના સભ્ય હિરલબેન દેસાઈએ ચાર ચાંદ લગાવ્યા હતા
ગુજરાત પ્રદેશ ભાજપે જ્યારથી ડૉ.દીપિકાબેન સરડવાને મહિલા મોરચાની જવાબદારી સોંપી છે ત્યારથી તેઓ પક્ષ માટે રાજ્યની મહિલાઓ કેવી રીતે ઉપયોગી બની શકે તે દિશામાં સતત પ્રયત્નો કર્યા છે. ભૂતકાળમાં પણ તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં મન કી બાત કાર્યક્રમ હેતુ મહિલાઓને સ્થાનિક અગ્રણી અને ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પોલીસી એન્ડ રિસર્ચ ટીમના સભ્ય હિરલબેન પરેશભાઈ દેસાઈ એ મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત કરી પક્ષને બહુમાન મળે તેવી કાર્યશક્તિ દેખાડી હતી.
સૌથી મોટી ઉથલપાથલ થઈ ગઈ, અદાણીએ એક દિવસમાં 5 અબજપતિઓને પાછળ છોડ્યાં, ટોપમાં ધમાકેદાર વાપસી
મુકેશ અંબાણીના 100 વર્ષ જૂના પૈતૃક ઘરની કેમ અચાનક ચર્ચા થવા લાગી? કારણ જાણીને ચોંકી જશો
આ RBI ગવર્નરે આપ્યો હતો 10000ની નોટનો આઈડિયા, તમે બધા એને ઓળખો છો! છતાં બજારમાં આવી શકી નથી
હિરલ દેસાઈ એ ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચા ના અધ્યક્ષ ડૉ દિપીકા બહેન સરડવાજી ના અધ્યક્ષથાને વડનગર ના આંગણે 1000 થી વધુ બહેનો એકત્રિત કરી મન કી બાત કાર્યક્રમ નિહાળયો હતો અને સાથે સાથે 250 વિધવા બહેનોની સહાય આપી હતી અને વાલી દિકરી ના હુકમપત્ર 201 એનાયત કરાયા હતા. 51 કુપોષિત બાળકોને હિરલ દેસાઈ એ આવા અનેક કાર્યક્રમો કરી પસિદ્ધિ મેળવી છે