બદલીના નવા નિયમો આવી રહ્યા છે અને તે માટે સંગઠનો જોર લગાવી રહ્યા છે પરંતુ સવાલ htat બદલીના નિયમો નો છે તે માટે શૈક્ષિક સંઘ દ્વારા અને રાજ્ય સંઘ દ્વારા વારે વારે રજૂઆત કરવામાં આવી છે પરંતુ HTAT ને બદલીને લઈ કઈ ખાસ નિયમ આવે તેવી શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે.
એક ટીવી કાર્યક્રમ મા એક સંઘ ના પ્રમુખ એ જણાવ્યું છે HTAT ને 150 અને 100 ની સંખ્યાનો રેશિયો જળવાય તો તેમને પાછા મૂકવાની વાત કરી છે જેમાં કઈ મોટી વાત નથી સંખ્યા જળવાય તો તે સવાલ આવે બાકી તો બદલીઓનો લાભ મળશે કે નહિ ?
જેની આશાઓ બહુ ખાસ દેખાઈ રહી નથી.હાલ ફાઈલ જ્યારે કેબિનેટ મંત્રી સુધી પહોંચી ગઈ છે અને આવનાર અઠવાડિયા માં નિયમો અંગે બંને સંઘના હોદ્દેદારો અને અધિકારીઓ સાથે ચર્ચાઓ થનાર છે અને પછી બદલીઓ પર આખરી મોહર વાગી જશે અને લગભગ FEBRUARY ના બીજા અઠવાડિયામાં સુધીમાં નિયમો આવી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.નિયમો ને લઈ અધિકારીઓ અને સંઘના હોદ્દેદારો વચ્ચે કેટલાક મુદ્દે ગૂંચવણ છે જે અંગે જ્યારે ચર્ચાઓ થશે.
ત્યારબાદ મંત્રી છેલ્લો નિર્ણય લેશે તે અધિકારી તરફી કે સંગઠન તરફી હશે તે તો આવનાર દિવસો માં જ ખબર પડશે. Htat ના બદલીના નિયમો ના કોઈ ઠેકાણા છે નહિ તો વળી વધ પડેલા પણ HTAT હજુ પ્રોબ્લેમ અનુભવી રહ્યા છે ત્યારે નવા બદલી ના નિયમોમાં HTAT ના ભાગે કઈ ખાસ લાગે તેવું હાલ દેખાઈ રહ્યું નથી તો ટીવી પર આવી ને બૂમો પાડતા સંઘના નેતાઓ ની બૂમો ની અસર પણ ક્યાંય જોવા મળતી નથી ત્યારે જોવાનું એ છે કે હવે આવનાર નિયમોમાં HTAT છે ન્યાય મળશે કે લોલીપોપ થમાવી દેવામાં આવશે ?