વિધાનસભામાં પહેલા જ દિવસે ઇમ્પેક્ટ ફી બિલ પાસ, પણ કોઈને ખબર નથી શું છે? અહીં જાણી લો એકદમ વિસ્તૃત માહિતી, તમારા ઘર…

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

ગુજરાત વિધાંસભા ચૂટણી પૂરી થઈ ચૂકી છે અને 15મી વિધાનસભાના પ્રથમ સત્રની શરૂઆત પણ થઈ ગઈ છે. આ બેઠકના પ્રથમ દિવસે વિધાનસભામાં ઇમ્પેક્ટ ફી બિલ પસાર થયુ જેમાં રાજ્યના કોર્પોરેશન વિસ્તારોમાં 42% અને નગરપાલિકા વિસ્તારમાં 82% જેટલી બિલ્ડીંગો અનઅધિકૃત હોવાનુ સામે આવ્યુ. આ  આંકડો કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા આપવામા આવ્યો હતો.

ઈમ્પેક્ટ ફી અંગે વિગતે વાત કરીએ તો આજના સમયમા લોકો શહેરી વિસ્તારમાં સ્થળાંતર કરી રહ્યા છે અને જેના કારણે રહેણાંક વિસ્તારમાં મકાનની માંગ વધી છે. આ બાદ શહેરોમા સતત ગેરકાયદેસર બાંધકામ થયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ માટે એકશન લેતા સરકાર વર્ષ 2001, 2011માં અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટે વિધેયક લાવી હતી, પરંતુ આ પછી પણ લાખોની સંખ્યામાં મકાનો બી.યુ. પરમીશન વગર ઉભા થઈ ગયા છે.

નિયમબદ્ધ ન થઈ શકે હોય તેવા મકાનો અંગે વાત કરીએ તો તેમા જ્યા એફએસઆઈ 1.0 થી ઓછી હશે તેવી મિલકતો, રહેણાંક ઉપયોગ સિવાયના વાણિજ્ય શૈક્ષણિક આરોગ્ય ઔદ્યોગિક વગેરે બાંધકામોમાં સીજીડીસીઆર મુજબ મહત્તમ મળવાપાત્ર એફએસઆઈ કરતા 50 ટકા વધારે એફએસઆઈ થતી હોય તેવા પ્લોટની બહાર નીકળતા પ્રોજેક્શનનો સમાવેશ થાય છે.

આ સિવાય પાણી પુરવઠા ગટર વ્યવસ્થા પાણીના નિકાલ,  ઇલેક્ટ્રીક લાઈન ગેસ લાઇન જેવી જાહેર ઉપયોગી સેવાઓ પર થયેલા બાંધકામ હશે તે પણ નિયમબદ્ધ થઈ શકશે નહી. આ સાથે જ જ્યા  બાંધકામ કરતા પહેલા પરવાનગી આપવામાં નહીં આવી હોય અથવા ફાયર સેફટીના કાયદાનુ પાલ્ન થયેલુ નહી હોય તેવા બાંધકામોને પણ મંજૂરી આપવામાં નહીં આવે.

*નિયમબદ્ધની શ્રેણી માટે અરજી કોણ કરી શકશે ?

જ્યા એવુ બાંધકામ હોય કે એક કરતાં વધુ માલિક અથવા કબજો ધરાવતા હોય ત્યા વ્યક્તિ સંયુક્ત અરજી કરી શકશે જેમા સત્તા અધિકારીની તપાસ બાદ પરવાનગી આપવામા આવશે. આ સિવાય અનઅધિકૃત વિકાસ નિયમિત કરવા માટે આ અધિનિયમ લાગુ થયાના 4 મહિનાની મુદતની અંદર જ અરજદારે પોતાની  અરજી કરી દેવાની રહેશે. આ કામો માટે ચૂકવવી પડતી ફી અંગે વાત કરીએ તો જ્યા બાંધકામ 50 ચોરસ મીટર સુધીનુ હશે ત્યા રૂ. 3000 ચો.મી. દીઠ આપવાના રહેશે.

આ સિવાય 50થી 100 ચો. મીટર સુધી રૂ. 3000 + 3000 ચો.મી. દીઠ, 100થી 200 ચો.મી. માટે રૂ. 6000 + 6000 ચો.મી. દીઠ, 200 ચો.મી. થી 300 ચો.મી. માટે રૂ. 12,000+ 6000 ચો.મી. દીઠ, 300 ચો.મી. વધુ 18,000 વત્તા વધારાના માટે રૂ.150 રૂપિયા દર ચોરસ મીટર અરજદારે ચૂકવવાના રહેશે. આ માટે 17-10-2022થી ચાર માસના સમયમર્યાદામાં રજી થઈ શકશે.

આ સિવાય વાત કરીએ એવા નિયમિત નહિ થઈ શકે તેવી મિલકતની તો તેમા સરકારી સ્થાનિક સત્તા મંડળ અથવા વૈધાનિક મંડળની માલિકીની જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામ અથવા સરકાર સ્થાનિક સત્તા મંડળ અથવા વૈધાનિક મંડળે ફાળવેલી જમીન પર થયેલા બાંધકામ

વિકાસ યોજના અથવા નગર રચના યોજનામાં ફાળવેલા ગેરકાયદે બાંધકામ, અનામત રાખેલી જમીન પરના ગેરકાયદેસર બાંધકામનો આ યાદીમા સમાવેશ થાય છે. આ સિવાય જળાશયો, જળમાર્ગ, તળાવના પટ્ટ નદીના પટ્ટ અને કુદરતી વહેણ, જોખમી ઔદ્યોગિક વિકાસ, સંસ્થાઓ સાથે જોડાયેલા રમત-ગમતના મેદાન માટેની જમીન હોય ત્યા ઉભા કરી દેવાયેલા બાંધકામોનો આમા સમાવેશ થાય છે.

 


Share this Article
TAGGED: