સમાજમાં અવાર નવાર મહિલાઓ પર જાતીય સતામણી તેમજ અત્યાચારનાં કેસો સામે આવતા રહેતા હોય છે. ત્યારે અમદાવાદમાં પતિએ જ પોતાની પત્ની સાથે ગેરવર્તન કરવાનો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે, ચાંદખેડા ખાતે રહેતી યુવતીએ તેના સાસરીયાઓ સામે જ પોલીસ મથકે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું, જેમાં યુવતિએ છેડતી અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે ચાંદખેડા પોલીસે યુવતીનાં સાસરીયાઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
એકલતાનો લાભ લઈ જેઠે પણ બગાડી નજર
આ યુવતિએ મેટ્રીમોનિયલ સાઈટ પરથી યુવતીએ લગ્ન કર્યા હતા. મળતી માહિતી મુજબ યુવતીની એકલતાનો લાભ લઈ જેઠ અવાર નવાર યુવતીની છેડતી કરતો હતો. જ્યારે યુવતિનો પતિ પોર્ન વિડીયો બતાવી યુવતી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતો હતો. અને દહેજની માંગ કરી યુવતીનાં માતા-પિતાને મારવાની ધમકી આપતો હતો. તેમજ લગ્ન સમયે યુવતીનાં પિતાએ 20 લાખનો કરિયાવર આપ્યો હતો.
પોલીસે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી
Breaking News: AAP ધારાસભ્યની મુશ્કેલીઓ વધી, કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સામે કર્યુ સરેન્ડર, કહ્યું “આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ”
આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે યુવતીનાં જેઠ તેમજ તેનાં પતિ વિરૂદ્ધ છેડતી, દહેજ તેમજ સૃષ્ટિ વિરૂદ્ધનાં કૃત્યની કલમો અંતર્ગત ગુનો નોંધી આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.