Bharuch News: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગઈકાલે સરેન્ડર કર્યા બાદ આજે તેમને ડેડીયાપાડા કોર્ટમાં લઈ જવાયા હતા. જ્યાં રાજપીપળા LCB દ્વારા ચૈતર વાસાવાની પૂછપરછ કરાઈ હતી. જે બાદમાં પોલીસે ચૈતર વસાવાને ડેડીયાપાડા કોર્ટમાં હાજર કર્યા બાદ ચૈતર વસાવાના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. આ તરફ કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, MLA ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીને માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ તેઓ એક મહિનાથી ફરાર હતા. જોકે ગઈકાલે તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.
ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી ભુગર્ભમાં
ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કરતા પહેલા મોટી સંખ્યામાં સમર્થકો સાથે ત્યાં આવ્યા હતા. આ દરમિયાન ચૈતર વસાવાએ હુંકાર કરતા જણાવ્યુ છે કે, મારા પર ખોટો કેસ કરવામાં આવ્યો છે. આ સાથે તેમણે વનવિભાગ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યુ હતુ કે, જંગલખાતા અધિકારીઓ ચોરની જેમ રાતે આવે છે અને કપાસ તોડી નાંખે છે. પછી તેઓ કહે છે કે, ચૈતરભાઇ ઘરે બોલાવે છે અને માર મારે છે. આવી રીતે આ લોકો મારી પર ખોટા કેસ કરે છે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ. આ કેસને કારણે મારી પત્ની પણ જેલમાં બંધ છે. આ સાથે તેમણે સૂચક નિવેદન કરતા તેમણે આપના મિત્રો અને કોંગ્રેસના મિત્રોનો પણ આભાર માન્યો છે. આ સાથે તેમણે પોતાના સમર્થકોને પોલીસ સાથે કોઇ માથાકૂટ ન કરવા પણ જણાવ્યુ છે.
ગઈકાલે કર્યું હતું સરેન્ડર
ગઈકાલે ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાલ ડેડીયાપાડા પોલીસ સામે સરેન્ડર કર્યુ હતું. વનકર્મી પર હુમલો કરવાના મામલે ચૈતર વસાવા આજે સરેન્ડર કરીને ડેડીયાપાડા પોલીસ સ્ટેશને હાજર થયા છે. નર્મદામાં વનકર્મી પર હુમલો કરવા મામલે ગઇકાલે એટલે કે ગુરુવારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું.
આગોતરા જામીન પણ ફગાવાઈ
ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સામે કર્યુ સરેન્ડર, કહ્યું “આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ”
ચૈતર વસાવા છેલ્લા 1 માસ 9 દિવસથી ભુગર્ભમાં હોવાની ચર્ચા વચ્ચે હાઇકોર્ટે અગાઉ ચૈતર વસાવાની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. આ તરફ ચૈતર વસાવાના સરેન્ડરને લઈ નર્મદા પોલીસે તમામ ચેક પોસ્ટ પર પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો અને સઘન તપાસ પણ હાથ ધરી હતી. હાજર થવાની માહિતી મળતાં ચૈતર વસાવાને ઝડપી લેવા પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો. ડેડીયાપાડા જતા તમામ વિસ્તારોમાં વાહનોનું ચેકિંગ પણ હાથ ધરાયું હતું.