ભંવર મીણા (પાલનપુર): રાજ્ય ભર માં હવામાન વિભાગ દ્વારા વરસાદ ની આગાહી આપવા માં આવી છે ત્યારે નહીવત વરસાદ ધરાવતા બનાસકાંઠા જિલ્લા નો પણ સમાવેશ કરાયો છે.વરસાદ ની આગાહી મુજબ જિલ્લા ના 14 તાલુકા માં અમીરગઢ માં સૌથી વધુ તો વળી 3 તાલુકાઓ કોરાધોકાર રહ્યા હતા.
બનાસકાંઠા જિલ્લા માં મંગળવાર ની સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો જેથી ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ નોંધાયો હતો જેમાં ભારે વરસાદ ના લીધે નીચાણવાળા વિસ્તારો માં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
જિલ્લા ના સરકારી ચોપડે નોંધાયેલા બુધવાર ની સવાર સુધી ના વરસાદી આંકડાઓ મુજબ જિલ્લા ના 14 તાલુકાઓ પૈકી અમીરગઢ તાલુકા માં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો વળી જિલ્લા ના વાવ,ભાભર,સુઇગામ તાલુકાઓ કોરાધોકાર રહ્યા હતા. જ્યારે બાકી ના તાલુકાઓ માં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા.