દાહોદ: તા.૧ ફેબ્રુઆરી, ૨૦૨૨ ની સવારે દેસાઈવાડ પાણીગેટ પોલીસ ચોકી નં 1 ની બહારના ભાગે ખોદકામ દરમ્યાન આજે શ્રીકૃષ્ણ ભગવાનની આશરે ૧૦૦૦ વર્ષ જુની ખંડિત પ્રતિમા નીકળી છે. જેથી દાહોદના નગરજનોમાં આનંદની લાગણી પ્રવર્તી છે. આ વિસ્તારનો અગાઉનો ઈતિહાસ જોતા હજુય અનેક પ્રાચીન પ્રતિમાઓ નીકળવાની શક્યતા અને સંભાવના હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.
લોકવાયકા મુજબ ઈ.સ.૧૧૩૯ માં છાબ તળાવ બન્યું તે સમયે તેના કિનારે ૧૦૮ મંદિરો હતા તેમ કહેવાય છે તે આ પ્રકારે મૂર્તિઓ નીકળતા સાબિત થાય છે. સ્માર્ટ સીટી તરીકે આકાર પામી રહેલ દાહોદના તંત્ર દ્રારા આવી જે તે પૌરાણિક પ્રતિમાઓ એકત્રિત કરી સંગ્રહાલય બનાવાય તેવી લોકમાંગ પણ આ તબક્કે ઉઠવા પામી છે.
આ પૌરાણિક મૂર્તિ ને ગોધરા રોડ પર સ્થિત નર્મદેસ્વર મંદિર પર હાલ સ્થાપના કરવામાં આવી છે અને આ એક મૂર્તિ નીકળ્યા બાદ વધુ આગળ ખોદકામ કરતા અન્ય બે મૃતીઓનીકલી હતી જે આ વસ્તી ને ખરી સાબિત કરે છે કે છાબ તળાવ ની આજુબાજુ મંદિરો હતા.
આ મામલે હિંદુ સંગઠનો દ્વારા આ વિસ્તારમાં વધુ ખોદકામ કરવામાં આવે તો વધુ મૂર્તિઓ મળી આવે તેમ છે. અને આ ડટાયેલી મૂર્તિઓ સૂચવે છે કે આક્રાંતાઓ દ્વારા મંદિરો તોડી પાડી ડાટી દેવામાં આવી છે. આ મામલે પુરાતત્વ વિભાગ દ્વારા સંજ્ઞાન લેવામાં આવે અને તે મામલે આગળ સરકારી રાહે કાર્યવાહી થાય d તેવી દાહોદના લોકોની માંગ છે.