હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક રાજ્યમાં કેટલાક ઠેકાણે વરસાદ થવાની સંભાવના છે પરંતુ તે પછી હવામાન સાફ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યના કયા ભાગોમાં આગામી દિવસોમાં વરસાદ રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે કેટલાક ભાગોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી શકે છે.
ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યમાં વરસાદની આગાહી અંગે જણાવ્યું છે કે, મોટાભાગે આજે સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, બોટાદ અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠા, છોડાઉદેપુર, નર્મદા જિલ્લામાં પણ વરસાદ થવાની સંભાવના છે.48 કલાક પછી એટલે બે દિવસ પછી રાજ્યમાં મોટાભાગે વરસાદનો અંત આવવાની સંભાવના પણ ડૉ. મોહંતી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્ક્યુલેશન છે જેના કારણે ગુજરાતમાં વરસાદ થશે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે.
ડૉ. મોહંતીએ આગામી ત્રણ-ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં મોટા ફેરફાર નહીં આવવાની સંભાવના વ્યક્ત કરી છે. પરંતુ તે પછી ગરમીનું પ્રમાણ વધવાની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ જણાવે છે કે હાલ રાજ્યમાં સામાન્ય કરતા નીચું તાપમાન નોંધાય છે ઘણાં વિસ્તારોમાં મહત્તમ તાપમાન ઘણું નીચું નોંધાઈ રહ્યું છે.હવામાન વિભાગે આગામી ત્રણ-ચાર દિવસ પછી મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. હાલ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 35ની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે જે વધીને 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 34ની આસપાસ નોંધાઈ રહ્યું છે જેમાં આગામી 2-3 દિવસ તાપમાન મોટા ફેરફારની સંભાવના નથી.
ગુજરાતની કંપનીએ લોકોને માલામાલ કરી દીધા, આપ્યું 100000% વળતર, માત્ર 10 હજારના એક કરોડ થઈ ગયા
મરી ગયા બાપા! માવઠાથી છુટકારો મળવાનું ગુજરાતીઓના નસીબમાં નથી, અંબાલાલ પટેલે ફરી કરી નવી આગાહી
રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના કારણે ગજતનો તાત દુઃખી થયો છે. ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ નુકસાન થયાની વાત કરી છે. ઉભો પાક પલળી જવાથી તેમાં જીવાત પડવાની અન્ય રીતે નુકસાન થવાની વાત કરવામાં આવી છે.વરસાદના કારણે કેરીના પાકને પણ નુકસાન થયું હોવાનું કેરીના વાડી ધરાવતા ખેડૂતોએ જણાવ્યું છે. ભારે પવન થવાથી કેરીના પાકને મોટું નુકસાન થવાની સંભાવના ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.