ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવીને જતી રહી હોય તેમ અચાનક કેસ ઘટવા લાગ્યા છે. ગુજરાતમાં આજે કોરોનાના ૬૬૭૯ કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીની તુલનાએ ખુબ જ ઓછા હતા. બીજી તરફ ૧૪૧૭૧ દર્દીઓ રિકવર પણ થયા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૧૦,૬૬,૩૯૩ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૧.૮૮ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૨,૪૬,૩૯૭ નાગરિકોનું રસીકરણ કરાયું હતું.
આજે ગુજરાતમાં કોરોનાના ૬૬૭૯ કેસની વાત કરીએ તો ૩૫ લોકોના મોત થયા છે, જ્યારે અમદાવાદમાં ૨૩૯૯ કેસ અને ૬ દર્દીના મોત થયા છે. અનુક્રમે સુરતમાં ૪૧૮ કેસ, ૭ દર્દીના મોત, વડોદરામાં ૧૦૪૫ કેસ, ૪ દર્દીના મોત રાજકોટમાં ૭૭૭ કેસ, ૩ દર્દીના મોત, ગાંધીનગરમાં ૩૯૨, ૧ દર્દીનું મોત, જામનગરમાં ૧૩૪ કેસ, ૧ દર્દીનું મોત, મહેસાણામાં ૧૪૪ કેસ, ૧ દર્દીનું મોત, ભાવનગરમાં ૮૪ કેસ, ૫ દર્દીના મોત, વલસાડમાં ૬૫ કેસ, ૧ દર્દીનું મોત, પંચમહાલમાં ૫૮ કેસ, ૨ દર્દીના મોત, અમરેલીમાં ૪૫ કેસ, ૧ દર્દીનું મોત.
બોટદમાં ૬ કેસ, ૧ દર્દીનું મોત, દ્વારકામાં ૩ કેસ, ૧ દર્દીનું મોત, કચ્છમાં ૨૧૧, પાટણમાં ૧૪૬, મોરબીમાં ૧૩૫ કેસ, બનાસકાંઠામાં ૯૬, નવસારીમાં ૮૯, ભરૂચમાં ૭૯ કેસ, ખેડામાં ૭૨, આણંદમાં ૪૪, દાહોદમાં ૩૩ કેસ, ગીરસોમનાથમાં ૩૦, સાબરકાંઠામાં ૨૯, તાપીમાં ૨૬ કેસ, સુરેન્દ્રનગરમાં ૨૨, નર્મદામાં ૧૬, છોટાઉદેપુરમાં ૧૫ કેસ, મહીસાગરમાં ૯ અને અરવલ્લીમાં ૨ કેસ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં ૮૩૭૯૩ એક્ટિવ કેસ છે. જે પૈકી ૨૬૫ વેન્ટિલેટર પર છે. જ્યારે ૮૩૫૨૮ નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં ૧૦૬૬૩૯૩ ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે.
અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ ૧૦૪૭૩ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ ૩૫ નાગરિકોનાં મોત થયા હતા. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૬, વડોદરા કોર્પોરેશન ૩, રાજકોટ કોર્પોરેશન ૨, ગાંધીનગર કોર્પોરેશનમાં ૧, સુરત કોર્પોરેશન ૨, વડોદરા ૧, રાજકોટ ૧, મહેસાણા ૧, સુરત ૫, જામનગર કોર્પોરેશન ૧, ભાવનગર કોર્પોરેશન ૨, વલસાડ ૧, પંચમહાલ ૨, અમરેલી ૧, ભાવનગર ૩, પોરબંદર ૧, બોટાદ ૧, દેવભૂમિ દ્વારકા ૧ એમ કુલ ૩૫ લોકોનાં મોત થયા છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.
રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૩૧ ને પ્રથમ ૭૮૪ ને બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૫૪૩૯ ને પ્રથમ અને ૧૫૭૮૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨૨૮૨૪ ને પ્રથમ ૬૨૦૯૪ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૮ વર્ષના ૨૬૯૪૪ ને પ્રથમ ૬૪૪૮૮ને બીજાે જ્યારે ૪૮૦૦૭ લોકોને પ્રીકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૨,૪૬,૩૯૭ રસીના ડોઝ આજે અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૯,૭૯,૩૩,૨૩૬ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.