જામનગરમાં માલધારીઓ બેફામ, દૂધની ડેરી, ચાની લારીએ જઈને કરવા લાગ્યા આવું, પોલીસ આવી અને બધાને બરાબરનો પાઠ ભણાવ્યો

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

હાલ રાજ્યમા માલધારી સમાજ પોતાની વિવિધ માંગણીઑને લઇને મેદાને છે. કાલે ગુજરાતભરમાં માલધારી સમાજ દ્વારા દૂધનુ વેંચાણ ન કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. આ વચ્ચે જામનગરથી સમાચાર આવ્યા છે કે જિલ્લામાં સવારથી દૂધની ડેરીઓ, ચાની રેંકડીઓ, હોટલો સહીતના સ્થાનો પર માલધારીઓ આવી પહોંચા હતા અને દુકાનો બંધ કરાવી હતી. આ વિશે જાણ થતા શહેર પોલીસ તરત હરકતમા આવી હતી અને અનેક માલધારીઓની અટકાયત હતી. જો કે માલધારીઓના આ કાલના વિરોધ બાદ સરકારે ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચી લીધો છે. પરતુ હજુ જ્યા સુધી અન્ય 11 માંગણીઓ સરકર નહી સ્વીકારે ત્યા સુધી રાજ્યના માલધારીઓ નમતુ જોખવા તૈયાર નથી.

જામનગરમા આજે આપેલા દૂધ બંધના એલાન અંતર્ગત દૂધ વિતરણ થઈ રહેલી જગ્યાઓ પર માલધારી સમાજના આગેવાનો અને લોકોએ ઉધામો મંચાવ્યો હતો. આ સિવાય રાજ્યના વડોદરા, સુરત સહીતના શહેરમા દૂધ રસ્તા પર ઢોળી નાખ્યાની ઘટનાઓ અને બાઇક રેલી પણ જોવા મળી છે. આ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તાકતી નજર રાખી રહી છે.


મળતી માહિતી મુજબ પંચેશ્ર્વરટાવર પાસે પોલીસ અધિકારીઓ માલધારીઓને સમજાવવામાં પ્રયાસ કર્યો હતો. હાલ પોતાની 11 માંગોને લઈને માલધારી સમાજ સરકાર સામે મેદાને આવ્યો છે જેમાની મુખ્ય માંગો નીચે મુજબ છે:

*માલધારીઓની માંગ:
-ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો ૨૦૨૨ સંપૂર્ણ રદ થાય.
-ગીર બરડા આલેચના માલધારીઓના ૧૭૫૫૧ કુટુંબોને ST દરજ્જ પુનઃ સ્થાપિત કરવો.
-માલધારી – ગોપાલક મંડળીઓને મતનો અધિકાર જે રદ કરેલ છે તે પુનઃસ્થાપિત કરવો.
-ગુજરાત સરકાર ૧૦૦ પશુએ ૪૦ એકર ગૌચર નિયત કરવું તેના પર દબાણો દૂર કરવા.
-નંદી વસાહત શહેરની બહાર પુનઃસ્થાપિત કરવી.


Share this Article
TAGGED: ,