108ની સુવિધા એ આમ જનતા માટે ખુબ સારી સાબિત થઈ રહી છે. પરંતુ જ્યારે આમ જનતા જ જો આ સુવિધાને સમજી ન શકે તો એનાથી મોટી બેદરકારી બીજી કઈ હોઈ શકે, ત્યારે આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગરથી સામે આવ્યો છે અને દર્દીનું મોત થતાં હાહાકાર મચી ગયો છે. વાત એવી છે કે સુરેન્દ્રનગરની લીંબડી સિવિલ હોસ્પિટલમાં આડેધડ ટ્રાફિકના કારણે એક નિર્દોષ દર્દીનું અવસાન થયું છે. લીંબડીની સિવિલ હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગના કારણે એમ્બ્યુલન્સ અટવાઈ ગઇ, માઈકમાં પણ એનાઉન્સમેન્ટ કર્યું પરંતુ કોઈએ કંઈ જ સાંભળ્યું નહીં અને જેના લીધે દર્દીનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે.
જો આખી ઘટનાની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં કોઇ એક વ્યકિતને ચક્કર આવતા તેને લીંબડીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. પરંતુ તે દર્દીને હોસ્પિટલમાં લાવતી વેળાએ લીંબડી સિવિલમાં આડેધડ પાર્કિંગ કરવામાં આવ્યું હતું અને જેના કારણે સિવિલમાં એમ્બ્યુલન્સને જગ્યા નહોતી મળી. જો કે એમ્બ્યુલન્સને જગ્યા ન મળતા 108ના ડ્રાઈવમારે 10 મિનિટ સુધી માઈકમાં અનાઉન્સમેન્ટ પણ કર્યું કે વાહન સાઈડમાં હટાવો. તેમ છતાં કોઇએ પણ માણસે માનવતા ન રાખી લીધે ફરજ પર હાજર તબીબે દર્દીને મૃત જાહેર કર્યો. હવે આ મામલે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે ખરા અર્થમાં કંઈ કાર્યવાહી થશે કે પછી આ જ રીતે લોકોના જીવ જતા રહેશે.