રાજકોટમાં રંગીલા શખ્સના 6 લગ્ન થયા, બધીએ મૂકી દીધો, સાતમી સાથે થયા અને કરતૂત ખૂલી, આખું ગુજરાત ચોંકી ગયું

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ઉત્તર ગુજરાતનો રહેવાસી યુવાન કામની શોધમાં રાજકોટ સ્થાયી થયો અને એક યુવતી સાથે લગ્ન કર્યા.સમય જતા એ યુવતી પણ આ યુવકની બાળકની માતા બની અને યુવક સમયાંતરે માનસિક ત્રાસ પણ આપતો. તેને કેફી પદાર્થ પીવડાવતો અને વિકૃત આનંદ લેતો . અંતે યુવતીએ ત્રાસી હારીને 181 અભયમ નો સંપર્ક કર્યો હતો.યુવકનો ભાંડો ફૂટતા પ્રથમ લગ્ન કરનાર યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ યુવકના છ લગ્ન અગાઉ થઈ ગયા હતા.

ખોટું બોલી સાતમા લગ્ન કર્યા હતા અને અગાઉ છ લગ્નથી છ બાળકો પણ થઈ ગયા હતા. અભયમની ટીમે પૂછપરછ કરી હતી પરંતુ યોગ્ય સહયોગ ન આપતા સમગ્ર મામલો આજીડેમ પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો .181 ટીમના કાઉન્સલર શિવાનીબેન પરમારએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે એક ફરિયાદ મળી હતી જેમાં ચોંકાવનારી બાબતો ધ્યાનમાં આવી હતી. હાલ તો પતિ પત્નીને સમજાવી અને મામલો થાળે પાડ્યો છે.પૂછપરછમાં યુવાન દ્વારા સહયોગ ન આપતા સમગ્ર વાત પોલીસ સુધી પહોંચી છે.

ગુજરાત સહિત આટલા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ફેરફાર, જલદી જાણી લો નવી કિંમત્ત

ભારતના આ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, રાજ્યની તમામ શાળાઓ 13 જુલાઈ સુધી બંધ, જ્યા જુઓ ત્યાં તબાહી

દુનિયાભરના દેશોને તેમનું સોનું પાછું મંગાવી રહ્યા છે, કારણ જાણીને પગ નીચેથી જમીન સરકી જશે, કંઈક મોટું થશે

આ બાબતે યુવકે કહ્યું હતું કે હું આવું કાંઈ કરતો જ નથી મેં કાંઈ ખોટું કર્યું જ નથી.યુવાને છ વખત લગ્ન કર્યા છે અને સૌથી મોટું બાળક દસ વર્ષનું છે. જયારે આ સાતમી પત્ની દ્વારા જે બાળક થયું તે 20 દિવસનું છે.અગાઉ છ લગ્નમાં છ એ છ પત્ની આ યુવાનને છોડીને જતી રહી છે આ યુવાન ગેસ રીપેરીંગ નું કામ કરતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. છ પત્નીઓ ક્યાં છે તેનો કોઈ પણ જવાબ આપી રહ્યો નથી તે 181 ની ટીમ અને પોલીસ માટે પણ કોયડા સમાન છે .આ વ્યક્તિ આગળ પણ કોઈની જિંદગી ખરાબ ન કરે તે માટે યોગ્ય પગલાં ભરવા પણ પોલીસ માટે એટલા જ જરૂરી છે.


Share this Article