મૌલિક દોશી (અમરેલી )
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં મંગળવારના મોડીરાત્રીના રાજુલા ગામ નજીક આવેલ ઝાપોદર ગામના હત્યાના બનાવને લઈને ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના અનુસાર પત્નીએ પતીને દારૂ પીવાની ના પાડતા પતિ દ્વારા પત્નીની હત્યા કરી નાખવામાં આવી હતી. પતિ ભરત વાળાને દારૂનો નશો કરવાની લત હતી. પતિ વારંવાર દારૂ પીને હેરાન પરેશાન કરતો હતો. પત્ની રેખા દ્વારા તેને દારૂ પીવાનીના પાડતા પતિએ પત્ની રેખાને બોથડ પદાર્થ વડે માર મારી હત્યા નિપજાવી નાખી હતી
આ સમગ્ર ઘટનાના પગલે રાજુલા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. રાજુલા પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. બનાવ બાદ રાજુલા પી.એસ.આઇ ડી.વી.પ્રસાદની ટીમ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આરોપી ભરત બદરૂ વાળને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા તેની પૂછપરછ શરૂ કરાઇ છે જો કે વધુ પૂછપરછ અને રિમાન્ડ માટે આજે બુધવારે આરોપીને રાજુલા કોર્ટમાં રજૂ કરાશે અને પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માગણી કરવામાં આવશે પતિ જેલમાં જતા છ સંતાનો નોધારા બન્યા આ બનાવની મળતી માહિતી મુજબ પતિ-પત્ની ઘરે છ સંતાનો હતા જેમાં બે પુત્રીઓ અને ચાર પુત્ર મળીને કુલ છ સંતાન છે પરંતુ આ સંતાનોની માતાની હત્યા થતા અને હત્યારો પતિ જેલમાં જતા સંતાનો નોંધારા બની ગયા હતા.