આખા ગુજરાતને શંકા હતી એ જ થયું, ચૂંટણીમાં નેતાજીએ કમા પર શરૂ કરી રાજનીતિ, ભાજપ કોંગ્રેસ વચ્ચે બરાબરનું ‘મહાભારત’ જામ્યું

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

હાલમાં ગુજરાતમાં રાજકારણનો માહોલ જામ્યો છે. ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ એટલી જ વાર છે અને એવામાં મધ્યપ્રદેશ ભાજપના નેતા વિશ્વાસ સારંગનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સરખામણી કમા સાથે કરી રહ્યા છે. કમો એ ગુજરાતની એવી સેલેબ્રિટી છે કે જેને હવે કોઈ ઓળખાણની જરૂર નથી. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, કમાએ ભારત જોડો યાત્રા શરૂ કરી છે. તે કહી રહ્યો છે કે હું ભારતને જોડીશ… ભારતને જોડીશ. કમો કહે છે કે અમે ગરીબી હટાવશું પરંતુ પોતે 40 હજાર રૂપિયાની ટી-શર્ટ પહેરે છે.

આટલેથી જ નેતાજી અટકતા નથી અને આગળ કહે છએ કે ભારત જોડવાનું કહીને કોંગ્રેસનો કમો યાત્રા પર નીકળ્યો છે અને આ કમાને ગળે લગાડવા માટે કોઈ ના મળ્યું તો એ યુવતીને ગળે લગાવી જે યુવતી ભારત તોડવાની વાત કરે છે અને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવે છે. કમાની માતાના હાથમાં રિમોટ હતું, તે મનમોહનસિંહને રિમોટથી કંટ્રોલ કરતી હતી. ત્યારે હવે કોંગ્રેસે આ વાત પર આક્રોશ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રવક્તા આલોક શર્માએ આકરી પ્રતિક્રિયા આપી અને ભાજપને જડબાતોડ જવાબ પણ આપ્યો છે.

આલોક શર્મા વિશે વાત કરીએ તો તેમણે જવાબ આપતા કહ્યું કે, ભાજપ માટે ચૂંટણી જીતવાનું મુખ્ય હથિયાર હેટ સ્પીચ છે. દેશની સર્વોચ્ચ અદાલતે પણ હેટ સ્પીચ અંગે ચુકાદો આપતા ચિંતા વ્યક્ત કરી છે. ભાજપ આવ્યા બાદ હેટ સ્પીચનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં ડ્રાઉન સિન્ડ્રોમથી પીડિત એક બાળક છે, લોકો તેને કમાના નામથી ઓળખે છે, તે દિવ્યાંગ છે. ગુજરાતમાં આવેલા મધ્યપ્રદેશના મંત્રીએ માત્ર કમાનો જ નહીં પરંતુ સમગ્ર દેશના દિવ્યાંગોની મજાકવ કરી છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. ભાજપના નેતાએ માત્ર કમાને જ ટાર્ગેટ નથી કર્યો પરંતુ તેની માતાને પણ ટાર્ગેટ કરી હોવાનું કહેવામાં આવ્યું છે અને આ વાતની કોંગ્રેસ પાર્ટી કડક શબ્દોમાં નિંદા કરે છે.


Share this Article