Gujarat News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ – સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનને પાછળ છોડીને હવે ભારતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ ખુલી છે.
#WATCH | Gujarat: Visuals of the Surat Diamond Bourse inaugurated by Prime Minister Narendra Modi today
It will be the world’s largest and modern centre for international diamond and jewellery business. pic.twitter.com/0EcWhZqiy5
— ANI (@ANI) December 17, 2023
80 વર્ષ સુધી, પેન્ટાગોન વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ હતી. પરંતુ, આ ટાઇટલ હવે ગુજરાતના સુરતમાં બનેલી ઈમારત દ્વારા લેવામાં આવ્યું છે. આ બિલ્ડિંગમાં ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર હશે.
નોંધનીય છે કે સુરત વિશ્વની રત્ન રાજધાની તરીકે જાણીતું છે, જ્યાં વિશ્વના 90% હીરા કાપવામાં આવે છે. નવા બનેલા સુરત ડાયમંડ બોર્સમાં 65,000 થી વધુ ડાયમંડ પ્રોફેશનલ્સ એકસાથે કામ કરી શકશે.
આ 15 માળની ઇમારત 35 એકર જમીનમાં ફેલાયેલી છે અને તેમાં નવ લંબચોરસ માળખાં છે. જે એક કેન્દ્ર સાથે જોડાયેલા છે. આ ભવ્ય ઈમારતનું નિર્માણ કરનાર કંપનીના જણાવ્યા અનુસાર, તેમાં 7.1 મિલિયન ચોરસ ફૂટથી વધુ ફ્લોર સ્પેસ છે. બિલ્ડિંગનું બાંધકામ ચાર વર્ષમાં પૂર્ણ થયું હતું.
SDB વેબસાઈટ અનુસાર, કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મનોરંજન ક્ષેત્ર અને પાર્કિંગ વિસ્તાર 20 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. પ્રોજેક્ટના સીઈઓ મહેશ ગઢવીએ આ ઈમારતના નિર્માણ દરમિયાન જણાવ્યું હતું કે નવા બિલ્ડીંગ કોમ્પ્લેક્સના ઉદઘાટન બાદ હજારો લોકોને બિઝનેસ કરવા માટે ટ્રેન દ્વારા મુંબઈ જવાની જરૂર નહીં પડે. જેમને રોજ ક્યારેક મુંબઈ જવું પડતું.