ઈસુદાન ગઢવી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદનો ચહેરો હતા. ઈસુદાન ગઢવીએ જામ ખંભાળિયા સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને દાવો પણ કર્યો હતો કે તે જીતશે. ઈસુદાન ગઢવીની ટક્કર આ સીટ પરથી ધારાસભ્ય રહેલા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમ સામે સીધી જ હતી. તો ભાજપે અહીંથી મુળુભાઈ બેરાને ટિકિટ આપીને પણ મોટો દાવ રમ્યો હતો. અને ભાજપ એમાં સફળ રહ્યું કારણ કે મુળુભાઈ જીતી ગયા છે. અને ઈશુદાન ગઢવી હારી ગયા છે.
ઈશુદાન ગઢવીએ આભાર વ્યક્ત કરતાં કહ્યું કે- ખભાળિયા અને ગુજરાતની દરેક બેઠક પર ચુંટણી દરમ્યાન તન, મન અને ધનથી સહયોગ આપનાર તમામ કાર્યકર્તાઓ, યુવાનો, સગાઓ, પરિચિતો, સ્નેહીઓ, શુભચિંતકો સહિત આટલો પ્રેમ અને મત આપનાર પ્રેમાળ જનતાનો ખુબ ખુબ આભાર તેમજ વિજેતા ઉમેદવારને અભિનંદન..
<iframe src=”https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fisudangadhviofficial%2Fposts%2Fpfbid02SUg5XARt9p9N8re2o9LWztuZhetJ2jD61RtWA6QJt8PZVCgFr1DSXwnutRBUpSycl&show_text=true&width=500″ width=”500″ height=”258″ style=”border:none;overflow:hidden” scrolling=”no” frameborder=”0″ allowfullscreen=”true” allow=”autoplay; clipboard-write; encrypted-media; picture-in-picture; web-share”></iframe>
જિંદગીમાં પ્રથમ ચુંટણી લડ્યો અને શક્તિશાળી લોકો સામે પુરી તાકાતથી લડાઈ લડ્યો એનું ગર્વ છે. આમ આદમી પાર્ટીને 30 લાખથી વધુ લોકોએ મત આપ્યા એ સૌને દિલથી વંદન અને તમારા માટે પાંચ વર્ષ તમારી સેવામાં અવિરત રહીશું ! જનતા માટે લડવા નીકળ્યા છીએ લડતા રહીશું ! જનતાનો ચુકાદો માથા પર ચડાવીએ છીએ !ભાજપ ,કોંગ્રેસ અને અમારા આપ ના જીતેલ ઉમેદવારોને પણ ખુબ ખુબ અભિનંદન. ખભાળિયાના 60 હજાર મતદારોએ મત કર્યા છે એના માટે રાત દિવસ સેવા કરીશ ! સૌ દોસ્તો, વડીલો, આગેવાનો અને દિવસરાત મહેનત કરનાર તમામ યોદ્ધાઓને નમન..
જય હિન્દ.
અને હા …..
ટાઇગર અભી જિંદા હૈ !