સવા શેર સૂંઠ ખાધુ હોય તો કોંગ્રેસનો મત વેચાંતો લેજો…છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ… જગદીશ ઠાકોરે ભાજપને કડક શબ્દોમાં આપી દીધી ધમકી

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાત વિધાનસભા ચૂટણી પહેલા ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે. નેતાઓ એક બીજા પર આક્ષેપો કરી રહ્યા છે. નથાભાઈ પટેલના સમર્થનમાં આજે કોંગ્રેસની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ગાંધીનગરમાં એક પીઆઇએ કોંગ્રેસના જિલ્લા પ્રમુખને ધમકી આપવાની વાત કરી હતી જે બાદ રાજકારણ ગરમાયુ છે.

જગદીશ ઠાકોરે કહ્યુ કે ગુજરાતમાં એક પણ કોંગ્રેસ કાર્યકરને ધમકી આપી છે તો તેમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશું. અમીરગઢમા જગદીશ ઠાકોરે કહ્યુ કે સવા શેર સૂંઠ ખાધુ હોય તો કોંગ્રેસનો મત વેચાંતો લેજો. વધુમાં અમે ગરીબ છીએ પણ ખુમારીવાળા છીએઅને રૂપિયા નથી પણ પ્રેમથી કહેશો તો માથા આપી દેશું. તેવો હુંકાર કાયો હતો.

આ સિવાય વડગામના ઉમેદવાર જીગ્નેશ મેવાણીએ પણ ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે ચૂંટણીમાં લાલ નોટો વાળુ બંડલ આપી મત મેળવવા માટે આવશે પરંતુ તેમની સરકાર આવ્યા બાદ 100 નુ પેટ્રોલ 120 રૂપિયામાં લેવું પડશે. આ સાથે કોંગ્રેસ સરકારને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી.

 


Share this Article