એક તીર અને અનેક નિશાન વીંધવાની તૈયારીમાં જીગ્નેશ મેવાણી, જુઓ કેટલી મોટી જવાબદારી મળવાની શક્યતા, ચર્ચા ખુબ તેજ

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. રાજ્યમા ભાજપની ભવ્ય જીત બાદ કોંગ્રેસમા સોંપો પડી ગયો છે. હવે વિપક્ષના નેતા તરીકે કોની નિમણૂંક થાય તે ચર્ચાનો વિષય છે. આ અંગે કોંગ્રેસના નેતાઓ દ્વારા કાયદાકીય સલાહ લઈ રહ્યા છે. જો કે રાજ્યસભા કે લોકસભા જેવો ગુજરાત વિધાનસભામાં નિયમ નથી. કોંગ્રેસ દ્વારા વિપક્ષના નેતા તરીકે નિમણૂંક કયા ચહેરાને આપવી તે મંથન ચાલી રહ્યુ છે.


હાલ આ રેસમા શૈલેષ પરમાર, ર્ડા.તુષાર ચૌધરી, જીગ્નેશ મેવાણીનું નામ સૌથી આગળ ચર્ચામાં છે. જો કે કોંગ્રેસ હાઈકમાન્ડ જીગ્નેશ મેવાણીના નામ પર મોહર લગાવે તેવી ચર્ચા છે. બીજી તરફ સમાચાર છે કે અર્જુન મોઢવાડિયાએ વિપક્ષના નેતા બનવાની ના પાડી છે.


Share this Article