હાલ ગુજરાતમા આજે કમાના નામે જાણીતા કમલેશ ભાઇને દરેક ઓળખે છે. તેઓ માનસિક વિકલાંગ છે. કલાકાર કીર્તિદાન ગઢવીએ ફેમસ બનાવ્યા બાદ આજ કમાભાઇને મોટા મોટા નામાંકિત કલાકારો કાર્યક્રમમાં અને સ્ટેજ પર બોલાવે છે. આ સિવાય યૂટ્યૂબમાં પણ તેઓ ખુબ ફેમસ છે. લોકોને કમાનો ડાન્સ પણ પસંદ આવી ગયો છે. હાલ ભાવનગરમાં યોજાયેલા ગુજરાત ગૌરવ સમિતિના એક કાર્યક્રમામા કીર્તિદાન ગઢવી સાથે કમાને પણ ખાસ આમંત્રણ મળ્યુ હતુ.
આ કાર્યક્રમમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી જેવા નામી ચહેરાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન દિવ્યાંગ સ્ટાર કમાભાઇએ પોતાની ભાષામાં સંવાદ સાધ્યો હતો. આજે કમો એટલો ફેમસ થઈ ગયો છે કે લક્ઝરીયસ કારમાં ફરે, પ્રસંગ, કાર્યક્રમ અને ઉદ્ઘાટનમાં મહેમાન તરીકે જાય, એન્ટ્રી પણ સુપર સ્ટાર જેવી અને સેલ્ફી લેવા લોકો તેમને જોઈને દોડે છે. કમાભાઇનો વીડિયો વાયરલ થયા છે જેમાં તેઓ ભારત માતા કી જય, વંદે માતરમ અને મોદીજીના ભાઇઓ-બહેનો જેવા શબ્દો કહેતા સાંભળવા મળે
આ સિવાય કમાભાઇની પુષ્પા સ્ટાઇલ પણ જોવા મળી હતી. કહેવાય છે કે આખા ગામમાં જ્યા પણ દીકરીના લગ્ન હોય તો કમાભાઇ પહોંચી જાય છે અને પોતાની બહેન માનીને 10 રૂપિયા શીખ આપી બહેનને વળાવે છે.
અત્યાર સુધીમા કમો કીર્તિદાને ગઢવી, દેવાયત ખવડ, રાજભા ગઢવી, સાગરદાન ગઢવી, અલ્પા પટેલ, જીગ્નેશ કવિરાજ, નેહા સુથાર, અપેક્ષા પંડ્યા, માયાભાઇ આહીર, તૃપ્તી ગઢવી, નિલેશ ગઢવી સહિતના નામાંકિત કલાકારોના ડાયરામાં જઈને ધૂમ મચાવી છે.
કમા વિશે વાત કરીએ તો કમલેશ નરોત્તમભાઇ નકુમ જેઓ 26 વર્ષના છે અને ખેડૂત પરિવારમાથી આવે છે. તેઓ વઢવાણ તાલુકાના કોઠારીયા ગામના વતની છે અને તેઓ શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમમાં સેવાનું કામ કરે છે. તેઓ જન્મથી જ માનસિક વિકલાંગ છે. ડોકટરે તેમના માતા-પિતાને કહ્યુ હતુ કે તે મંદબુદ્ધિ છે. તેનો કોઈ ઇલાજ નથી. ચાલશે નહીં, બોલશે નહીં.