રાજકોટથી લગ્ન કંકોત્રીનો એક ફોટો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ કંકોત્રી તેના દેખાવને કારણે નહી પણ તેમા લખેલા એક વાકયનેને કારણે ચર્ચામા છે. રાજકોટના હડાળા ગામે થઈ રહેલા લગ્નની આ કંકોત્રી મનસુખભાઈ કેશવજી સીતાપરાના ઘરની છે.
આ કંકોત્રીમા લખ્યું છે કે, ‘મહેરબાની કરીને કોઈએ દારૂ પીને આવવું નહીં’. મનસુખભાઈ કોળી સમાજના છે અને તેમણે પોતાના સમજને કહ્યુ છે કે કોઈએ દારૂ પીને આવવું નહીં.
લગ્નમા દારૂ પીવાની અનેક ઘટનાઓ આ અંગાઉ શહેરમા સામે આવી ચૂકી છે. પ્રસંગમા દારૂ પીવાને હવે લોકો ટ્રેંડ તરીકે આગળ વધારી રહ્યા છે. આ વચ્ચે રાજકોટના આ કોળી પરિવારે એક અનોખી પહેલ હાથ્ધરી છે. કોળી પરિવારના મનસુખભાઈની દીકરીના લગ્નની આ કંકોત્રી છે. કાલે પુત્રીના લગ્ન કડવા પાટીદાર સમાજવાડીમાં રાખેલા છે.
આ વિશે વાત કરતા મનસુખભાઈએ કહ્યુ છે કે ‘વાયરલ કંકોત્રી મારી જ છે અને મારે સમાજ, ગામ સહિત પરિવારોને વ્યસનમુક્ત બનાવવા છે.’ એવા હેતુ સાથે લગ્નની કંકોત્રીમાં લખાણ લખવામાં આવ્યું છે.