લેખિકા સુચિતા ભટ્ટ કહે છે કે “સંબંધોનો પાસવર્ડ “પુસ્તકનું ભાગ્ય કેટલું ઉજળું કે તે છેક દેશ વિદેશમાં ભ્રમણ કરે છે. આજથી ત્રણ મહિના પહેલા મોટાભાઈ સમાન બકુલભાઈ સાથે સોશિયલ મીડિયા થકી મુલાકાત થઇ.તેઓ મારા લખાણના જબરદસ્ત ફેન. પોતે તો વાંચે અને પરિવાર તેમ જ મિત્રોને પણ વંચાવે છે.તેઓ પોતે વિદેશમાં રહીને ત્યાંના લોકોને નિઃશુલ્ક યોગા અને મેડીટેશન્સ કરાવે છે.તથા સ્વાસ્થ્ય ને લગતા સેશન્સ યોજે છે.
જેમા ભારતથી અને ત્યાંના નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા સ્વાસ્થ્યનુ જ્ઞાન આપવામા આવે છે.અવારનવાર મ્યૂઝીકલ પ્રોગ્રામો ના પણ આયોજન કરેછે જેમા ભારતથી લાઈવ ઓરકેસ્ટ્રા દ્વારા અને ત્યાના વિવિધ કેરેઓકી સીંગર્સ ગ્રુપ સાથે મળીને ખૂબ જ ઉમદા પ્રવૃત્તિ કરે છે. આપણુ ગુજરાતનું ઘરેણું લેખક અને અદ્ભૂત મોટિવેશનલ સ્પીકર જય વસાવડા એ પણ તેમના આ ઉમદા કાર્યની નોંધ લેતો વીડિયો બનાવેલો.
અને સાચું કહું તો મને મારા જેવા માણસોનો ભેટો થઇ જ જાય. મને તેમનો સેવાનો આ ગુણ સ્પર્શી ગયો. એક દિવસ તેમણે મને કહ્યું સૂચિતાબેન મારે સંતાનમાં બે દીકરીઓ છે. મોટી દીકરીના લગ્ન લીધા છે. સ્વાભાવિક છે દીકરીના લગ્ન લીધા હોય એટલે દરેક પિતાને ચિંતા હોય.પછી એ દુનિયાનો કોઈ પણ બાપ હોય. મને કહે સૂચિતાબેન મારે દીકરીને આપનું પુસ્તક ભેટમાં આપવું છે. દીકરીનો ઉછેર ભલે અહીંયા થયો પણ તેના રગેરગમાં અમારા સૌરાષ્ટ્રના સંસ્કારો, મૂલ્યો અને સમજણ તો છે જ પણ આપના પુસ્તક થકી તે સંબંધોને વધી સારી રીતે સમજી શકશે, તેને તમારા પાવન અક્ષરો થકી પુસ્તકની એક અનોખી ભેટ મળશે.
મેં કીધું બકુલભાઈ લગ્નના દસ દિવસ પહેલા દીકરીને પુસ્તક મળી જશે અને આંગણે આવેલો પ્રસંગ પણ બહુ સારી રીતે સંપન્ન થઇ જશે.વિશેષમાં કોઈ પણ દીકરી સાસરે જતી હોય એટલે મને પહેલાથી તેને કંઈક આપવાનો ખૂબ હરખ હોય.મેં ધારાબેન માટે માતાજીની પ્રસાદીરૂપે સાડી, એક મજાનું મારી આવડતથી બનાવેલું કાર્ડ જેમાં બાપ દીકરી વચ્ચેની લાગણી આલેખી.જેમાં શબ્દો મારા પણ લાગણી બકુલભાઈની કંડારી.
ઉપરાંત મારું પુસ્તક “સંબંધોનો પાસવર્ડ “માતાજીના આશીર્વાદ સરીખું ભેટમાં આપ્યું. મારા અહોભાગ્ય કે કન્યાદાન વખતે બીજી મોંઘેરી વસ્તુઓ સાથે બકુલભાઈ એ મારી મોકલાવેલી વસ્તુઓ દીકરીને ભેટમાં આપી.આ લગ્નમાં બકુલભાઈના મિત્ર અને પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી અને સૂરસંગીત ના રાણી અને ગુજરાતી સંગીતનું સાચું સોનુ વત્સલાબેન પાટીલ પણ હાજર રહેલા.પ્રસંગ પૂરો થયાં પછી દીકરી ધારાની વાત કરું તો તે કેટલી સમજુ કે લગ્નના થોડાક દિવસ પછી પરિવાર સાથે તે દેવસ્થાને દર્શન કરવા ગયા ત્યારે તેમને મેં પ્રસાદીરૂપે આપેલી સાડી પહેરી અને મને રાજી કરવા ફોટા મોકલ્યા.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
મેં આ દીકરી વિશે વિચાર્યું ત્યારે મારી આંખો ભરાઈ ગઈ કે વિદેશમાં ઉછરેલી દીકરીમાં પણ કેટલી સમજ છે, કોઈ વાતનું અભિમાન નથી, અને કેટલી પ્રેમથી એ દરેક વાતને સમજી ને ગ્રહણ કરે છે.અને મને ફોનમાં કહ્યું સૂચિતાબેન આપની મોકલાવેલી તમામ ભેટ મારા હૃદયને સ્પર્શી (heart touch કરી )ગઈ. અને મારો જન્મ જ અમેરિકામાં થયો હોવાથી મને ગુજરાતી ઓછું ફાવે છે પણ મારા સાસુ એ મને આપનું પુસ્તક વાંચી સંભળાવ્યું. મને હૈયે હરખ ઘણો થયો કે એ શબ્દ, એક વાક્ય અને અંતે એક પુસ્તક કેટલું બધું બદલી નાંખે છે. કેટલા હુંફાળા સંબંધો સજાવી આપે છે અને આટલી મોટી દુનિયા હોવા છતાં ગમતા સંબંધોને ક્યાંક ને ક્યાંક મળાવી દે છે. લેખન એ મને એક પ્લેટફોર્મ જ નહિ પણ બહુ સારાં માણસો પણ આપ્યા છે અને તે જ મારા જીવનની સાચી મૂડી છે.