આ છે ગુજરાત આમ આદમી પાર્ટીની અસલિયત, AAP નેતાએ ખુદ ખુલાસો કર્યો કે અમારી પાર્ટી 25-25 લાખ રૂપિયામાં આપે છે ટીકીટ, જોઈએ તો લઇ જાઓ

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાત વિધાનસભા ચૂટણી પહેલા રાજકારણ ગરમાઈ રહ્યુ છે. ભાજપ, કોંગ્રેસ સાથે સાથે હવે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે. આ વચ્ચે AAP એ મંગળવારે 22 ઉમેદવારના નામ સાથે 8મી યાદી જાહેર પણ કરી દીધી છે. જો કે આ સાથે એક નવો વિવાદ સામે આવ્યો છે. વલસાડની કપરાડા વિધાનસભા બેઠક પર પૈસાના જોરે ટિકિટ વહેચવામાં આવી હોવાની વાત સામે આવતા રાજકારણ ગરમાયુ છે.

આ અંગે ખુદ આમ આદમી પાર્ટીના નેતાએ જ ખુલાસો કર્યો છે. કપરાડા બેઠક પરના દાવેદાર ખુશાલ વાઢુએ આ વિશે વાત કરતા કહ્યુ છે કે ટિકિટ માટે 25 લાખ  માગ્યા હતા.

આ સાથે તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે જાહેર કરાયેલા ઉમેદવારની ટિકિટ પણ 25 લાખમાં વેંચાઈ છે. જો કે પાર્ટીએ કપરાડા બેઠક પર ઉમેદવાર જાહેર કરેલા જયેન્દ્ર ગાવિતે આ તમામ વાતોને પાયા વિહોણી ગણાવી આક્ષેપોને ફગાવ્યા છે. આ સાથે જે ઓડિયો ક્લિપ સામે આવી છે તેમા તેનો અવાજ ન હોવાનો દાવો કર્યો છે.


Share this Article