કરસનદાસ બાપુની સૌથી ખતરનાક ભવિષ્યવાણી, 2023માં જેની પાસે આ વસ્તુ હશે એ જ જીવતા રહેશે, બાકીના બધા….

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

વિશ્વમાં પ્રખ્યાત બલ્ગેરિયાના પ્રબોધક બાબા વેંગા તેમની આગાહીઓ માટે આખી દુનિયામાં જાણીતા છે. બાબા વેંગાએ ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. તેમની જેમ ભવિષ્યવાણીનો વધુ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો પરબધામના મહંત કરસનદાસ બાપુનો છે. વીડિયોમાં તેઓ 2023 અને 2024 ના વર્ષ કેવું રહેશે તે અંગે મોટી ભવિષ્યવાણી કરી છે.

મહંત કરસનદાસ બાપુએ વિડ્યોમાં કહ્યું છે આવનારા બે વર્ષ દરમિયાન લોકોને અનાજની ખૂબ જ તકલીફ પડશે, તેથી જરૂરી એટલું અનાજ ભેગુ કરી રાખવું. બાજરો તેમજ જુવાર ખેતરમાં પકવીને અગાઉથી જ રાખી દેવા જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે આખી દુનિયામાં આ વર્ષ દરમિયાન છ અબજ માણસો ભૂખના કારણે મરી જશે. આ સમયે તે જ લોકો જીવન ટકાવી શકાશે જેમની પાસે બાજરો અને પાણી હશે.

આ અગાઉ તેમણે એક ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2020માં ભયંકર વાયરસ આવશે અને આ વાયરસ દુનિયા આખીને ચપેટમાં લઈ લેશે. આ બાદ કોરોના વાયરસે તબાહી મચાવી હતી. ભવિષ્યવાણીને લઈને આવા વીડિયો આ સામે આવતા રહે છે. બાબા વેંગાએ 5079 સુધી ભવિષ્યવાણી કરી હતી. આ સિવાય પણ તેમની ઘણી આગાહી સાચી પડી છે.


Share this Article