વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ સતત ચાલુ છે. ફરી એકવાર સમાચાર છે કે કોંગ્રેસના અમુક MLA ભાજપમા જોડાઈ શકે છે. એક તરફ PM નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે અને આ દરમિયાન જ જામકડોરણાની સભાથી જ કોંગેસના કેટલાક MLA કેઅરિયા કરે તેવી શકયતાઓ છે. જો કે હજુ સુધી એ સપષ્ટ નથી કે કયા કોંગ્રેસના MLA પાર્ટી છોડી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ભાજપના કમળ પર જામકંડોરણાથી ત્રણ થી ચાર કોંગ્રેસના MLA સવાર થવાના છે. હાલ આ કોંગી ધારાસભ્યોમા જે 4 ધારાસભ્યોના નામ આગળ છે તેમા ચિરાગ કાલરીયા – જામજોધપુર, હર્ષદ રીબડીયા – વિસાવદર, અંબરીશ ડેર- રાજુલા, લલિત વસોયા – ધોરાજીના નામનો સમાવેશ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસ દરમિયાન 5 દિવસમાં 12થી વધુ જનસભા ગજવશે. આ સાથે વાત કરીએ તેમના શેડ્યુલ અંગે તો વડાપ્રધાન મોદી 9 ઓક્ટોબરે મોડાસા, 10 ઓક્ટોબરે જામનગર અને ભરૂચ, 11 ઓક્ટોબરે રાજકોટના જામકંડોરણાની મુલાકાતે હશે.