માલધારી યુવક કિશન ભરવાડની હત્યા મામલે આખા દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને નેતાઓ પણ હવે ધર્મની રાજનીતિમાં ઉતરતા દેખાઈ છે. ત્યારે ગુજરાતમાં દરરોજ કોઈને કોઈ શહેરમાં અલગ અલગ સમાજો મેદાને આવી બંધનું એલાન કરતા જોવા મળે છે. ત્યારે હવે સામે આવી રહ્યું છે કે જસદણ અને વીંછિયામાં વેપારીઓ બંધ પાડશે અને ધંધુકાના યુવાનના ન્યાય માટે લડશે.
કિશન ભરવાડને ન્યાય અપાવવા માટે આજે જસદણ અને વીંછિયાના વેપારીઓએ બંધ પાડવાની જાહેરાત કરી છે. હાલમાં આ મામલે ગુજરાતનો હિન્દુ સમાજ ખુબ રોષે જોવા મળી રહ્યો છે. લોકો વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માંગ કરી રહ્યાં છે. તો વળી જેતપુરમાં પણ આજે બંધનુ એલાન કરવામાં આવ્યું છે.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોએ આ બંધની જાહેરાત કરી છે. આરોપીઓને સજા થાય અને કિશન ભરવાડને ન્યાય મળે તે માટે આવેજનપત્ર પાઠવવામાં આવશે. અહીં લોકો રેલી કાઢીને મામલતદાર કચેરીએ આવેદન પાઠવવા પહોંચશે. કિશન ભરવાડની હત્યાને પગલે અનેક સમાજના પડઘા પડ્યા છે. અનેક સમાજ દ્વારા બંધના એલાન કરાયા છે. તો લોકોએ રસ્તા પર ઉતરીને કિશન ભરવાડ માટે ન્યાયની અપીલ કરી છે.