Business News: ગુરૂવારે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં મજબૂત વલણ વચ્ચે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનું રૂ. 1,130 વધીને રૂ. 62,950 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનાની કિંમત 61,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.
ચાંદી રૂ.2,350 ઉછળી હતી
ચાંદીનો ભાવ પણ રૂ. 2,350ના ઉછાળા સાથે રૂ. 77,400 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. છેલ્લા વેપારમાં તે રૂ. 75,050 પ્રતિ કિલોના સ્તરે બંધ રહ્યો હતો. સમાચાર અનુસાર HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક-કોમોડિટી સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે વિદેશી બજારોમાં તેજીના વલણને પગલે આજે દિલ્હીના બજારોમાં સોનાના ભાવ રૂ. 1,130 વધીને રૂ. 62,950 પ્રતિ 10 ગ્રામ થયા હતા.
વાયદાના વેપારમાં સોનાનો ભાવ
MCXના ફ્યુચર ટ્રેડિંગમાં ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ માટે સોનાની કિંમત 1,381 રૂપિયા વધીને 62,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. ચાંદીના માર્ચ કોન્ટ્રાક્ટના ભાવ રૂ. 3,393 વધીને રૂ. 74,925 પ્રતિ કિલોએ પહોંચ્યા હતા. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત વધીને $2,032 પ્રતિ ઔંસ થઈ ગઈ છે. એ જ રીતે, ચાંદી પણ વધીને 24 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.
Breaking News: AAP ધારાસભ્યની મુશ્કેલીઓ વધી, કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સામે કર્યુ સરેન્ડર, કહ્યું “આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ”
કોમેક્સ સોનાના ભાવમાં પણ વધારો થયો હતો
કોમોડિટી માર્કેટમાં સ્પોટ ગોલ્ડ 2,032 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું, જે અગાઉના બંધ ભાવ કરતાં $51 વધુ મજબૂત છે. ગાંધીએ જણાવ્યું હતું કે યુએસ ફેડરલ રિઝર્વ આગામી સમયમાં વ્યાજ દરો પર નરમ વલણ અપનાવી શકે છે, જેના કારણે કોમેક્સ ગોલ્ડમાં 2.5 ટકાનો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત યુએસ બોન્ડ યીલ્ડ અને ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો થવાને કારણે પણ સોનાના ભાવમાં વધારો થયો હતો.