Gujarat News: શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઇ ડિંડોર એ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, રાજ્યમાં શિક્ષકોની ભરતી લાગવગથી નહીં પરંતુ લાયકાત અને મેરીટના ધોરણે જ કરવામાં આવે છે. વિધાનસભામાં વર્ષ-૨૦૨૩ની સ્થિતિએ TET અને TAT ના પાસ થયેલ ઉમેદવારોની ભરતી સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩ માં ૧૨,૭૧૦ જેટલા ઉમેદવારોની જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવામાં આવી છે.
રાજ્યમાં વર્ષ ૨૦૨૩ માં TAT પાસ કરેલ ૫,૨૭૭ ઉમેદવારોની માધ્યમિક શિક્ષણ માં અને ૩૦૭૧ ની ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ભરતી કરાઇ હોવાનું તેમણે ઉમેર્યુ હતુ. હાલ રાજ્યની સરકારી અને બિનસરકારી માધ્યમિક શાળાઓમાં કુલ ૨૫,૮૮૦ અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ ૧૬,૮૯૪ શિક્ષકો ફરજરત છે.
ખેડૂત આંદોલનના કારણે મોટું સંકટ, ડીઝલ અને સિલિન્ડર ગેસને લઈ ધાંધિયા, જનતા ગુસ્સે થઈને વિફરી
‘મને માફ કરો, મને કામ આપો’… રેપરે માંગી સલમાન ખાનની માફી, કહ્યું- મને તેમનાથી ડર લાગે છે, કારણ કે….
રાજ્યના માધ્યમિક શિક્ષણ વિભાગમાં ૯૭.૭૬% જગ્યાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ વિભાગમાં ૮૪.૧૨% જગ્યાઓ હાલની પરિસ્થિતિએ ભરાયેલ હોવાનું મંત્રી શ્રી એ ઉમેર્યું હતું.