વિપુલ ચૌધરીને છોડી દો, બાકી આખો ચૌધરી સમાજ દિવાળી અને બેસતું વર્ષ જેલમાં જ મનાવશે… આર-પારની લડાઈ જામી

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

ગુજરાતમા વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમા યોજાવાની શકયતા છે. આ વચ્ચે રાજ્યના રાજકારણમા સતત ઉથલપાથલ ચાલી રહી છે. હવે વિપુલ ચૌધરીની અટકાયત મામલે આખો ચૌધરી સમાજ જિદે ચડ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વિપુલ ચૌધરીને જેલમાથી છોડાવવા માટે અર્બુદા સેના સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ આજે અર્બુદા સેનાના 100 વધુ કાર્યકરો દ્વારા પાટણ સબ જેલ ખાતે જેલભરો આંદોલન કરી રહ્યા છે. તેઓ રોડ પર બેસી વિરોધ નોધાવી રહ્યા છે જેથી ચક્કા જામના દ્ર્શ્યો પણ સામે આવી રહ્યા છે. જો કે પોલીસનો મોટો કાફલો અહી પહોંચી ગયો છે. પોલીસ દ્વારા આગેવાનો અને કાર્યકરોને સમજાવાનોમા પણ આવ્યા હતા પણ તેઓ ન માનતા 100થી વધુ કાર્યકરોની અટકાયત કરવામા આવી હોવાના સમાચાર છે.

અર્બુદા સેનાના કાર્યકરો અને આગેવાનો દ્વારા સપષ્ટ કહેવામા આવ્યુ છે કે ‘આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી’. હારીજ તાલુકા અર્બુદા સેનાના પ્રમુખે જણાવ્યું હતું કે, ચૌધરી સમાજ દ્વારા આજે જેલ ભરો આંદોલન કાર્યક્રમ આપવામાં આવ્યો હતો કારણ કે વિપુલ ચૌધરીને કિન્ના ખોરી રાખીને ખોટી રીતે જેલમાં પૂર્યા છે, તો આજે સમાજ પણ જેલમાં જવા તૈયાર છે.

આગળ વાત કરતા તેમણે કહ્યુ કે સરકારની તાકાત હોય તો અમને બધાને જેલમાં પુરી દો. હવે ચૂંટણીમાં ભાજપને હરાવવાનું અર્બુદા સેનાનું સ્ટેન્ડ રહેશે. આ સાથે તેઓએ સ્પષ્ટ કર્યુ હતુ કે ભાજપનો કોઈ ચૌધરી સમાજનો ઉમેદવાર મેદાને આવશે તો પણ સમાજ તેને હવે હરાવશે.


Share this Article