ધંધુકાના માલધારી સમાજના દિકરા કિશન ભરવાડની હત્યાનો કેસ હાલમાં ગુજરાતમાં મોટે પાયે ચાલી રહ્યો છે. ત્યારે હવે એ જ રીતે સામે આવી રહ્યું છે કે આણંદના પેટલાદના પણ આ રીતે એક યુવકને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જેમાં કિશનની હત્યા બાદ વધુ એક યુવકને મારી નાખવાની ધમકી મળતા સમગ્ર રાજ્યમાં ચકચાર જોવા મળી રહી છે. તેમાં પણ વિધર્મી યુવકે જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
જો વિગતે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં મુકેલ સ્ટેટસને લઈ ધમકી આપવામાં આવી છે. તેમાં ધમકીનો ઓડિયો પણ હાલમાં વાયરલ થઇ રહ્યો છે. કિશન ભરવાડની હત્યા બાદ પેટલાદના હિન્દુ યુવકને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતો આ મેસેજ હાલમાં ભારે ચર્ચામાં આવી રહ્યો છે.
આણંદના પેટલાદમાં ઇલેશ પરમાર નામના હિન્દુ યુવકે પોતાના સ્ટેટ્સમાં કૃષ્ણ ભગવાનનું સ્ટેટ્સ મુક્યું હતું. તેથી વિધર્મી યુવકે હિન્દુ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જેમાં વોટ્સએપ પરના મેસેજ પણ વાઇરલ થયા છે.
આ મેસેજમાં જોવા મળી રહ્યું છે કે પેટલાદમાં હિન્દુ યુવકને વિધર્મી યુવકે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તેમાં સોશિયલ મીડિયા ઉપર હિન્દુ યુવકે મુકેલ સ્ટેટ્સને લઈ વિધર્મી યુવકે ધમકી આપી છે. હાલમાં વિગતો મળી રહી છે કે પોલીસે વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.