આમ આદમી પાર્ટીને ગુજરાત વિધાંનસભા એક પછી એક ઠોકરો મળી રહી છે. હાલ મહેશ સવાણીએ આપમાંથી રાજીનામું આપયાના સમાચાર સામે આવ્યા છે. આ સાથે તેમણે રાજકિય સન્યાસની જાહેરાત પણ કરી છે. જો કે અચાનક આ રાજૂનામા પાછળનુ કોઈ કારણ હજુ સામે આવ્યુ નથી.
હાલમા જ મહેજ સવાણી આંદોલન કરતા પણ જોવા મળ્યા હતા. ગુજરાતમા વિધાનસભાની ચૂટણી પહેલા જ રાજનીતિમા ગરમાવો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીમાં જોડાયાના 4 મહિનામા જ મહેશ સવાણીએ રાજીનામુ આપી દીધુ છે. આ સિવાય આજે AAPને છોડીને વિજય સુવાળાએ CR પાટીલને હાથે ભાજપની ખેસ ધારણ કરી હતી.