જેમ મોટી કંપનીમાં ટાર્ગેટ આપતા હોય એ રીતે ભાજપમાં પણ જાણે સદસ્ય બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવતો હોલાવું સામે આવ્યું છે. ભાજપમાં ચાલી રહેલુ સદસ્યતા અભિયાન હાલ વિવાદમાં આવ્યુ છે. હાલ આ સદસ્યતા અભિયાન અંગે વીડિયો વાયરલ થયો છે. જેમા દાવો કરાઈ રહ્યો છે કે 100 સભ્યો બનાવો અને અમારી પાસેથી 500 રૂપિયા લઈ જાવ.
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કેટલીક મહિલાઓને સમજાવી રહ્યો છે કે તમારે ભાજપના સદસ્ય બનાવવાના છે. તમે 100 સદસ્ય બનાવો એટલે 500 રૂપિયા પાક્કા. જો કે આ વીડિયોની કોઈ પુષ્ટિ થઈ નથી.
ગુજરાત ભાજપને હાલ 2 કરોડ સદસ્યો બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેને પગલે કેટલાક નેતાઓ પોતાની નીચે મોટી સંખ્યામાં સભ્ય બને તેની સ્પર્ધામાં લાગી ગયા હોય અને શરમજનક ઘટના તો હવે ત્યારે બની છે. જ્યારે સભ્યપદ માટે રૂપિયા અપાતા હોવાની ઘટના સામે આવી છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
વીડિયોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાવનગરમાં કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ખુદ બોલી રહ્યાં છે કે 100 સભ્યો બનાવો અને મારી પાસેથી પાંચસો રૂપિયા લઇ જાવ. વીડિયોમાં ભાજપના નેતા યુવરાજસિંહ પહેલા એક યુવકને પાંચસો રૂપિયા વાળી ઓફર આપે છે.