આગામી સમયમાં રાજ્યમાં વિવિધ જિલ્લાની 72 નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીના સંદર્ભમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સુચનાનુસાર મનુજી ઠાકોરને સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ નગરપાલિકાના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
મનુજી ઠાકોરને સોંપવામાં આવેલી જવાબદારી અનુસાર થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના સંગઠનને વધુ મજબુત બનાવવા માટે નગરપાલિકાના હોદ્દેદારોની નિમણુંક કરવી, વોર્ડ પ્રમુખ તથા વોર્ડના ડોદ્દેદારોની નિમણુંક કરવી, મંડલ-સેક્ટરની રચના કરવી, બુથ મેનેજમેન્ટ તૈયાર કરવું, વસ્તીના ધોરણે વોર્ડમાં આવતી ચાર-પાંચ મુખ્ય જાતિઓની યાદી તૈયાર કરવાની રહેશે. આપશ્રીને સોંપાયેલ નગરપાલિકા વિસ્તારમાં તમામ સાથે સંકલન કરી, પ્રજાના સ્થાનિક પ્રશ્નોને ઉજાગર કરવા માટે ધરણાં પ્રદર્શન, રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા જેવા વિવિધ કાર્યક્રમો યોજવાના રહેશે.
સાથે જ મનુજી ઠાકોરને નવી જવાબદારી સફળતાપૂર્વક નિભાવીને સોંપાયેલ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષને વિજયી બનાવે એવી શુભેચ્છાઓ પણ હાલમાં મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી ૭૨ નગરપાલિકાઓના સંકલનની જવાબદારી બળદેવભાઈ લુણી અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ઝોનની તથા રાજુભાઈ બ્રહ્મભટ્ટને ઉત્તર અને મધ્ય ઝોનની સોંપવામાં આવેલ છે.