રાજકારણના અસલી ગુણ હોં પણ, BJPમાંથી AAPમાં કુદકો માર્યો, 48 જ કલાકમાં શું ઘુરી ચડી કે ફરીથી ભગવો પહેરી લીધો

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાતમા વિધાનસભા ચૂટણી નજીક આવતા રાજકીય ઉથલપાથલ સતત ચાલુ છે. એક તરફ ચૂટણીની તારીખો પણ જાહેર કરી દેવામા આવી છે અને હવે બીજી તરફ દરેક પાર્ટી પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી રહી છે. આ વચ્ચે હાલ ગુજરાતના રાજકારણમા પક્ષપલટાની મોસમ જામી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સમાચાર સામે આવ્યા છે કે હજુ બે દિવસ પહેલા આપમા જોડાયેલા એક નેતા ફરી કેસરિયા કરવાના છે.


આ વિશે વિગતે વાત કરીએ તો બે દિવસ પહેલા જ માતરથી ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને હજુ 48 કલાક વીતયા તે પહેલા તો તેઓનુ મન બદલાઈ ગયુ અને ફરી ભાજપમા જોડાવા જઈ રહ્યા છે. આ સમાચાર બાદ ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે.

માહીતી મુજબ કેસરીસિંહ સોલંકીને બદલે ભાજપે આ વર્ષે કલ્પેશ પરમારને ટિકિટ આપી હતી. આ વાતને લઈને તેઓ પાર્ટીથી નારાજ હતા અને AAPમાં જોડાયા હતા. જો કે AAPમાંથી આ સીટ માટે મહિપતસિંહ ચૌહાણ ઉમેદવાર છે. કેસરીસિંહની રાજકીય સફર અંગે વાત કરીએ તો તેઓ 2017માં કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલને હરાવી માતરથી જીત્યા હતા. આ બાદ પાવાગઢમાં દારૂની મહેફિલ માણવા અને જુગાર રમવા મુદ્દે ઝડપાયા હોવાથી તેમની પર કેસ ચાલ્યો અને બે વર્ષની સજા થઈ.

 

 

 


Share this Article