અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી ભયંકર આગાહી, દિવાળીમાં પણ આ વિસ્તારમાં મેઘો મુશળધાર ખાબકશે

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

હવે રાજ્યમાં સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે અને શિયાળો બેસી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આગામી પાંચ દિવસ માટે વાતાવરણ સૂકું રહેશે અને ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા થશે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમા માવઠુ થશે.

આ સાથે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળની ખાડીમાં વારંવાર હવાના દબાણ ઉભા થવાના કારણે દક્ષિણ ચીન ચક્રવાત સક્રીય થશે. આ કારણે બાંગ્લાદેશ પૂર્વીય ભારત દક્ષિણ પૂર્વીય તટ સામાન્ય વાવાઝોડું કે વરસાદ ત્રાટકી શકે છે અને ઉત્તર પર્વતીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસના કારણે હિમ વર્ષા કે કમોસમી વરસાદ નોંધાઈ શકે છે.


અંબાલાલ પટેલે વધુમા જણાવ્યુ છે કે દિવાળીના આસપાસ અને નવા વર્ષની શરૂઆતમાં વાદળો આવશે જેનાથી દક્ષિણ પૂર્વીય તટીય ભાગોમા વાવાઝોડાની સિસ્ટમ બનશે. કેરળ, તમિલનાડુ ઓરિસ્સા, કર્ણાટકમાં વરસાદ થવાની શકયતા છે. ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની સંભાવના છે. આ ગાહી બાદ ખેડૂતોની ચિંતા વધી છે.


Share this Article