ત્રીજા નોરતે ખેલૈયાના મોજની પથારી ફરશે, આજે દરેક જિલ્લામાં મેઘો બેટિંગ કરશે, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

ત્રીજા નોરતે ખેલૈયાઓ માટે એક માઠા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. આ અગાઉ પણ હવામાન વિભાગે નવરાત્રિમાં નવ દિવસ સુધી મેધમહેરની આગાહી કરી છે. ખાસ કરીને મેઘરાજા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવે તેવી શકયતા છે. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ ખાબકશે. ખાસ કરીને જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડમાં મેધમહેર જોવા મળશે.

મળતી માહિતી મુજબ ગઇકાલે સૌરાષ્ટ્રમાં અમરેલી-બાબરામાં ધોધમાર વરસાદ વરસ્યો જતો. આ બાદ ખેડૂતો ચિંતામા મુકાયા છે. ખેડૂતોના પાક કપાસ અને મગફળી, સોયાબીન સહિત હવે તૈયાર થઈ ગયા છે અને બીજી તરફ વરસાદના કારણે પાકને નુકસાન થવાની ચિંતા છે. કાલે બપોરે બનાસકાંઠાના ધાનેરામાં મેધરાજાએ ધડબડાટી બોલાવી દીધી હતી. આ સિવાય દક્ષિણ ગુજરાતમા પણ ભરૂચમાં મેધરાજાએ એન્ટ્રી કરી હતી. અમદાવાદમાં પણ હજુ આવનારા 2 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી છે. સોરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલીમાં વરસાદી ઝાપટાં પડવાની શકયતા છે.


આ અગાઉ અંબાલાલ પટેલ આગાહી કરી ચૂક્યા છે કે 5 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન રહેશે અને 10 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે. આ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની ખાબકશે. જરાતમાં નવરાત્રીમાં મેધમહેર જોવા મળશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઝાપટાંની શક્યતા છે અને 28 સપ્ટે.થી 1 ઓક્ટોબર સુધી રાજ્યમા વરસાદી માહોલ રહેશે.


Share this Article