કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, 5 રાજ્યોમાં મેઘો દે ધનાધન ખાબકશે, જાણો ગુજરાતની કેવી હાલત થશે

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

રાજ્યમા મેધરાજા વિદાય લઈ ચૂક્યા છે અને સુકા પવનો શરૂ થઈ ગયા છે. દેશભના ઘણા વિસ્તારોમા ઠંડી નોંધાઈ રહી છે. આ વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. આગાહી મુજબ ફરી એકવાર દેશમા મેધરાજાનુ આગમન થશે. આ સાથે ગુજરાતમા પણ વાતાવરણૅઁમા પલટો આવી શકે છે. આગાહી મુજબ પંજાબ સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં 6-7 નવેમ્બરે સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.


બીજી તરફ દિલ્હીમા પરાળી સળગાવવાના કારણે પ્રદૂષણ વધી રહ્યુ છે. આ ધુમાડાથી વરસાદ થાય તો થોડી રાહત મળે તેવી શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ અને કાશ્મીર આસપાસ એક સિસ્ટમ સક્રિય થઈ છે જે ચક્રવાતમા ફેરવાશે.

આ કારણે પાકિસ્તાન અને તેની નજીકના પંજાબમા પૂર્વીય પવનો 2-3 દિવસ સુધી ફૂંકાતા રહેશે. 9 નવેમ્બરે આ પવનો ફરી પોતાની દિશા બદલી લેશે જેને કારણે પ્રદૂષણમા ફરી વધારો થતો જોવા મળશે.

હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં 06, 07, 09 અને 10 તારીખે હળવાથી મધ્યમ વરસાદ અથવા બરફ પડી શકે છે. આ સાથે ઉત્તરાખંડમાં 06 અને 07 તારીખે હળવો વરસાદ અથવા હિમવર્ષા, પંજાબમાં સામાન્ય વરસાદ થવાની શકયતા છે.

 


Share this Article