અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળી સુધી રહેશે આવું વાતાવરણ, જાણો વરસાદ અને ઠંડી વિશે શું છે આગાહી

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે વધુ એક સમાચાર આવ્યા છે જે બાદ ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમા ફરી વરસાદની આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલની અગાહી મુજબ ગુજરાતમા દિવાળી સુધી હળવાથી ભારે વરસાદી ઝાપટા આવતા રહેશે. 13 ઓક્ટોબર સુધીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ ખાબકશે.


આગાહી મુજબ મહેસાણા, બેચરાજી, કડી, અમદાવાદ, વડોદરા, સૌરાષ્ટ્રના દરિયા કિનારા, અમરેલી, વેરાવળમા વરસાદી વાતાવરણ રહેશે. હવામાન વિભાગે પણ આ અંગે આગાહી કરતા કહ્યુ છે કે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગરમાં 30થી 40 kmની ઝડપે પવન સાથે વરસાદ ખાબકી શકે છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યુ છે કે બંગાળ ઉપસાગરમાં હવાના હળવા દબાણ સક્રિય થશે અને તેની અસર ગુજરાતમા પણ જોવ મળશે. આ કારણે દિવાળી સુધી વાતાવરણ બદલતુ રહેશે. 14થી 17 ઓક્ટોબરના વાતાવરણમાં પલટો આવશે જેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર તેની અસર જોવા મળશે. સામાન્ય હળવા વરસાદી ઝાપટા સાથે ઓક્ટોબર અને નવેમ્બરમાં દક્ષિણ ભારત મેધમહેર રહેશે.

આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે આ વર્ષે હસ્ત નક્ષત્રમાં વીજળી સાથે વરસાદ થવાની શક્યતા છે. આ મુજબ હસ્ત નક્ષત્ર ગાજે તો આવતા વર્ષનો કોલ ગણાય છે અને આવતું ચોમાસુ સારું જાય છે. વૈશ્વિક અસર ભારતના હવામાન પર જોવા મળશે. પશ્ચિમી વિક્ષેપોના કારણે દેશના ઉત્તરિય પર્વતો પર વાદળો છવાશે. આ સાથે તેમણે 19 નવેમ્બર આસપાસ દરિયા દક્ષિણ ભારતમાં વાવાઝોડું સક્રિય થાય તેવી પણ આગાહી કરવામા આવી છે.


Share this Article