જૂલતો પુલ દુર્ઘટના Update: 60 બોડી કાઢી છે… PM મોદીની મોટી સહાય, CM પટેલ તાત્કાલિક ગાંધીનગર તો કામ પડતાં મૂકી હર્ષ સંઘવી મોરબી રવાના

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

આખા ગુજરાત માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. કારણ કે મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા છે. 5 દિવસ પહેલાં જ પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામી હોય, મોડી સાંજે આ પુલના બે ભાગ થઈને તૂટી પડ્યો હતો.

આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા. જેમાં 60 બોડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયાએ દાવો કર્યો છે. અત્યારે બચાવ કામગીરી પુરજોશમાં છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. તો વળી CM પણ ગાંધીનગરમાં આવી ચૂક્યા છે. સાથે જ સમાચાર મળી રહ્યા છે કે હર્ષ સંઘવી મોરબી જવા માટે રવાના થઈ ગયા છે. કંન્ટ્રોસરૂમ અને હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.

મોરબી ખાતે થયેલ દુર્ઘટનાથી અત્યંત દુ:ખી છું. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા અન્ય અધિકારીઓ સાથે વાત કરી. રાહત અને બચાવ કામગીરી પુરઝડપે ચાલી રહી છે તથા અસરગ્રસ્તોને તમામ આવશ્યક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.


Share this Article